Not Set/ વન નેશન વન ઈલેક્શન: 6 દળો સમર્થનમાં, 9 દળો વિરોધમા, ભાજપ કોંગ્રેસનું આશ્ચર્યજનક મૌન

નવી દિલ્હી, લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના મુદ્દે રાજનીતિક દળો આપસ માં વિખરાયેલા છે. વિધિ આયોગના આ પ્રસ્તાવ પર 6 દળોએ ખુલીને સમર્થન કર્યું હતું. જયારે 9 દળોએ વિરોધ કર્યો હતો. મહત્વની વાત એ છે કે ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસે આ મુદ્દા પર ચુપી સાધેલી છે. દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના વિષય […]

Top Stories India

નવી દિલ્હી,

લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના મુદ્દે રાજનીતિક દળો આપસ માં વિખરાયેલા છે. વિધિ આયોગના આ પ્રસ્તાવ પર 6 દળોએ ખુલીને સમર્થન કર્યું હતું. જયારે 9 દળોએ વિરોધ કર્યો હતો. મહત્વની વાત એ છે કે ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસે આ મુદ્દા પર ચુપી સાધેલી છે.

દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના વિષય પર બે દિવસીય પરામર્શ કાર્યક્રમ ના સમાપન પર શિરોમણી અકાલી દળ, અન્નાદ્રમુક, સમાજવાદી પાર્ટી, જેડીયુ, ટીઆરએસ અને નવીન પટનાયકના બીજું જનતા દળે આ વિચારનું સમર્થન કર્યું હતું.

જોકે, બીજેડી 10 જુલાઈએ પોતાનો પક્ષ રાખશે. ટીઆરએસ સાંસદ બી વિનોદ કુમારે કહ્યું કે આ ભાજપ અથવા પીએમ મોદીનો એજન્ડા નથી. વિધિ આયોગે પહેલા જ આની પહેલ કરી હતી. પાર્ટીના પ્રમુખ અને પાર્ટીનું માનવાનું છે કે એકસાથે ચૂંટણી થવાથી રાજ્યો અને દેશના વિકાસમાં મદદ મળશે. જયારે ગોવા ફોરવર્ડ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, તેલુગુ દેશમ પાર્ટી, ભાકપા, માકપા, ફોરવર્ડ બ્લોક, અને જનતા દળ(એસ) આનો વિરોધ કર્યો હતો.

સપાના પ્રતિનિધિ રામ ગોપાલ યાદવે આ વિચારનું સમર્થન કરતા કહ્યું કે પહેલી એકસાથે ચૂંટણી 2019માં લોકસભા સાથે જ થવી જોઈએ. અકાલી દળે કહ્યું કે આંથી ચૂંટણી ખર્ચ તો ઘટશે જ સાથે આચાર સંહિતાનો સમય પણ ઘટી જશે.

આમ આદમી પાર્ટીના આશિષ ખેતાને વિધિ આયોગને કહ્યં કે એકસાથે ચૂંટણી કરાવવી એક ચાલ છે.જો એકસાથે ચૂંટણી થાય છે તો પ્રધાનમંત્રીએ રેલીઓને સંબોધિત ના કરવા જોઈએ. જયારે ટીડીપીએ કહ્યું કે ભારત જેવા વિશાળ દેશમાં આ સંભવ નથી. ટીએમસીએ વિરોધ કરતા કહ્યું કે આના કારણે ક્ષેત્રીય મુદ્દાઓ દબાઈ જશે.

એકસાથે ચૂંટણીના સમર્થનમાં આવાજ ઉઠાવનારા ભાજપે આ પ્રસ્તાવ પાર પોતાના વિચાર રાખવા માટે આયોગ પાસે વધારે સમય માંગ્યો છે. જયારે કોંગ્રેસે કહ્યું કે તેઓ આ મામલે પહેલા વિરોધી દળો સાથે વિચાર-વિમર્શ કરશે.