મુંબઇ,
છેલ્લા કેટલાક સમયથી બોલીવુડમાં સત્ય ઘટના પર આધારિત ફિલ્મ બનાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે આ દરમિયાન આ જ પ્રકારે એક સત્ય ઘટના પર આધારિત સ્ટોરી, જે ધર્મ, કોર્ટ, કાયદો અને પોલોટીક્સ અંગે લખાયેલી છે, એનું ટ્રેલર સોમવારે રીલીઝ થયું છે.
થ્રીલર બેસ આ સ્ટોરીના ડાઈલોગ અમુક સિરીયસ દેશની વાતો પર વિચારવા માટે મજબુર કરે દે એવા છે. “મુલ્ક” ફિલ્મના ડાયરેક્ટર અને રાઈટર અનુભવ સિન્હા છે અને આ મુવી થીયેટરમાં ૩ ઓગસ્ટના રોજ રીલીઝ થવાનું છે.
Here it is……
Kya yeh Mulk aapka Mulk hai???https://t.co/xJPrcPuxjs— taapsee pannu (@taapsee) July 9, 2018
2:૪૦ મિનીટના આ ટ્રેલરમાં ઘણા સીન અને ડાઈલોગ એવા છે કે, જે તમને મુવી જોવા માટે ઉત્સુક કરશે. ઋષિ કપૂરનો એક ડાઈલોગ છે કે, આ ઘર એટલું જ મારું છે જેટલું તમારું છે. જો તમે મારી અને ઓસામા બિન લાદેનની દાઢીમાં ફર્ક નથી કરી શકતા તો પણ મને મારી સુન્નત નિભાવવાનો અધિકાર છે.

તાપસી પન્નું એમના વકીલના રોલમાં દમદાર છે જયારે આશુતોષ રાણા અને મનોજ પાહવાની એક્ટિંગ પણ અસરકારક છે. મુવીમાં પ્રતિક બબ્બરને એક ભટકી ગયેલા યુવાનનો અભિનય આપવામાં આવ્યો છે, આ ઉપરાંત રજત કપૂર પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી રહ્યા છે.

સ્ટોરીમાં એક સરસ વાત ને ખુબ સારી રીતે રજુ કરવામાં આવી છે કે, પ્રેમ હોય તો પ્રેમ ને સાબિત કરવો પડે. મારો મારા દેશ માટેનો પ્રેમ હવે તારે સાબિત કરવો પડશે. ધર્મ, જેહાદના નામે જયારે હજી દેશમાં અમનનું વાતાવરણ નથી જોવા મળતું એવામાં આ ફિલ્મ સમાજના લોકોની અમુક માનસિકતા અને દેશનો કાયદો અને પોલીટીક્સને અરીસો દેખાડનારી છે.
ટ્રેલર જોઇને એવું લાગે છે કે સ્ટોરી દમદાર હશે અને તમામ એક્ટર્સની એક્ટિંગ પણ મુવી સારી હશે એ માટેની આશા જગાવે છે.
