મુંબઈ,
સંજય દત્તની બાયોપિક ‘સંજુ’ જે રાજકુમાર હિરાણી ની ફિલ્મ છે. જેમાં રણબીર કપૂર એ સંજય દત્ત ની એક્ટિંગ કરી છે. તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરની આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચુકી છે.

તમે સંજુ બાબાના ફેન હોય કે રણબીર કપૂરના ફેન એ વાત અગત્યની નથી પણ વાત એ છે કે આ મુવીએ એક નવો રેકોર્ડ કાયમ કરી દીધો છે અને હજુ સફળતાપૂર્વક થિયેટરોમાં ચાલી રહી છે. આ ફિલ્મની બોક્સ ઓફિસની કમાણીની તો બોક્સ ઓફીસ ઇન્ડિયા ડોટ કોમના જણાવ્યા મુજબ, સંજુ ફિલ્મે પાછલા 10 દિવસમાં ૨૬૧.૮૩ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

વાતો તો એવી પણ થઇ રહી છે કે, આ ફિલ્મ બાબા સંજય દત્ત ની ઈમેજ સુધારવા માટે જ બનાવામાં આવી છે, ફિલ્માં ઘણી બધી વાતોને દેખાડવામાં આવી નથી. સંજય કપૂરની ફિલ્મો કરતા એની બાયોપિક વધુ કમાય ગઈ પણ ખેર જે વાત હોય તે. પરંતુ એ વાત માનવી રહી કે, રણબીર કપૂરની એક્ટિંગ આ ફિલ્મમાં જબરદસ્ત છે.
આ ફિલ્મની પહેલા અઠવાડિયાની કમાણી ૨૦૦.૦૮ કરોડ હતી જયારે બીજા વિકેન્ડ ૬૧.૭૫ કરોડ રૂપિયાની કમાણી બોક્સ ઓફીસ પર કરી ચુક્યું છે અને હજી પણ થીયેટરોમાં આ મુવી સક્સેસફૂલી ચાલી રહી છે.
