Not Set/ ભાજપના વધુ એક નેતા થયા કોરોનાગ્રસ્ત, ભાવનગરના સાંસદને થયો કોરોના

સાંસદ ભારતીબેન શિયાળને કોરોના થયો છે. ભારતીબેન શિયાળને કોરોના ના લક્ષણો જણાતા હોમ અઈસોલેટ થયા છે.

Top Stories Gujarat Others

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને કોરોના
કોરોનાના લક્ષણો જણાતા થયા હોમ આઇસોલેટ
ભાવનગર શહેર પ્રમુખ, સ્ટે.કમિટી ચેરમેનને પણ કોરોના
શહેર પ્રમુખ રાજીવ પંડ્યા થયા હોમ આઇસોલેટ
સાંસદની સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવવા અપીલ

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ એ તરખાટ મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના અનેક નેતાઓ અને ફ્રન્ટ લાઈન  વર્કર્સ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ગુજરાત ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત બન્યા છે.

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને કોરોના થયો છે. ભારતીબેન શિયાળને કોરોના ના લક્ષણો જણાતા હોમ અઈસોલેટ થયા છે. સાથે ભાવનગર શહેર પ્રમુખ રાજુ પંડ્યા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિગેરે પણ કોરોના સંક્રમિત થતાં થયા છે. ભારતીબેન શિયાળ એ છેલ્લા કેટલાક દિવસોમાં પોતાના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કઢાવવા માટે અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના ની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે . રાજ્યમાં કોરોના નો આંક ૧૪,૦૦૦ને પાર પહોંચી ચૂક્યો છે જોકે છેલ્લા બે દિવસથી કોરોનાના દૈનિક નોંધાતા કેસમાં સામાન્ય કહી શકાય તેવો ઘટાડો પણ નોંધાયો છે.

રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા અનેક નેતાઓ કોરોના નો શિકાર બની ચુક્યા છે, આ સિવાય પણ ભાજપ અને કોંગ્રેસ બંને ના ધારાસભ્યો અને  કાર્યકર્તાઓ કોરોના નો શિકાર બની ચુક્યા છે.

ભાજપના રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ નું કોરોના ના કારણે નિધન થયું હતું. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનો પણ કોરોના ના કારણે નિધન થયું હતું.