assam news/ NRC એપ્લિકેશન વગર આધાર કાર્ડ નહીં બને: આસામના મુખ્યમંત્રી હિમંતા સરમા

શનિવારે સરમાએ જણાવ્યું હતું કે, આધાર કાર્ડ માટેની અરજીઓની સંખ્યા રાજ્યની વસ્તી કરતા વધી ગઈ છે. જેના કારણે સંભવિત છેતરપિંડીની અરજીઓ

Top Stories India Breaking News

Assam News: આસામમાં પણ હવે (National Register of Citizen) નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન વિના આધાર કાર્ડ બની શકશે નહીં તેવી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં નવા આધાર કાર્ડ (Aadhar Card) માટે અરજી કરનારાઓ માટે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) એપ્લિકેશન રસીદ નંબર સબમિટ કરવો ફરજિયાત રહેશે.

શનિવારે સરમાએ જણાવ્યું હતું કે, આધાર કાર્ડ માટેની અરજીઓની સંખ્યા રાજ્યની વસ્તી કરતા વધી ગઈ છે. જેના કારણે સંભવિત છેતરપિંડીની અરજીઓ અંગે ચિંતા વધી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઓછામાં ઓછા ચાર જિલ્લામાં આધાર કાર્ડ ધારકોની સંખ્યા અંદાજિત વસ્તી કરતા વધુ છે, જે ચિંતાજનક છે.

Assam Chief Minister Himanta Biswa Sarma says NRC application number must  for those applying for Aadhaar - India Today

‘વસ્તી કરતાં વધુ આધાર કાર્ડ બન્યા’

હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “આધાર કાર્ડ માટેની અરજીઓની સંખ્યા વસ્તી કરતા વધુ છે, જે દર્શાવે છે કે રાજ્યમાં શંકાસ્પદ નાગરિકો છે અને અમે નિર્ણય કર્યો છે કે નવા અરજદારોએ તેમની NRC અરજીની રસીદ નંબર સબમિટ કરવાનો રહેશે. તેમણે કહ્યું કે રાજ્ય અમે આસામમાં નવા આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયાને કડક બનાવીશું, હવે આધાર કાર્ડ બનાવવું સરળ નહીં હોય અમારા પગલાનો હેતુ રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા લોકોના ધસારાને રોકવાનો છે.

મુખ્યમંત્રીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં થતી ગેરરીતિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને ધુબરી જિલ્લા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ધુબરી જિલ્લામાં વસ્તી કરતા વધુ આધાર કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે, શક્ય છે કે કેટલાક શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ બની ગયા હોય.

NRC final list opens a pandora box than resolving the migration problem

10 દિવસમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે!

તેમણે કહ્યું કે આગામી 10 દિવસમાં ઔપચારિક સૂચના જારી થવાની અપેક્ષા છે, જો તમે NRC માટે અરજી નહીં કરો તો તમને નવી પ્રક્રિયા હેઠળ આધાર કાર્ડ નહીં મળે. જોકે, આ નિયમ ચાના બગીચા વિસ્તારોમાં લાગુ થશે નહીં. અન્ય જિલ્લાઓમાં 1 ઓક્ટોબરથી આ નિયમનો કડક અમલ કરવામાં આવશે.

તેમણે સ્પષ્ટ કર્યું કે NRC અરજીની રસીદ નંબર સબમિટ કરવાની આવશ્યકતા તે 9.55 લાખ લોકોને લાગુ પડશે નહીં જેમની NRC પ્રક્રિયા દરમિયાન બાયોમેટ્રિક્સ લૉક કરવામાં આવ્યા હતા. આ લોકોને કોઈપણ વધારાની શરતો વિના આધાર કાર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત, સરમાએ રાજ્યમાં ગેરકાયદેસર વસાહતીઓને ઓળખવા માટેના પ્રયત્નોને વધુ તીવ્ર બનાવવાની તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને જાહેર કર્યું કે છેલ્લા બે મહિનામાં બાંગ્લાદેશથી આવતા ઘણા લોકોને પકડીને અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.

Over 40 lakh left out of complete draft NRC in Assam - The Tribune


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓવૈસીએ NPR અને NRCના કાયદા મામલે મોદી સરકારને શું કહ્યું જાણો…

આ પણ વાંચો:બંગાળથી HM અમિત શાહે ફરી ધુણાવ્યું CAA-NRCનું ભૂત, કોરોનાનાં કારણે અમલમાં લાગી છે વાર

આ પણ વાંચો:યોગી સરકારે ફરાર CAA-NRC વિરોધીઓ સામે લીધી આવા કડક પગલા, અપરાધીઓમાં વ્યાપ્યો ફફડાટ