Mumbai News : મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ(Drug) રેકેટ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એજન્સીએ 349 કિલો ઉચ્ચ-ગ્રેડ કોકેન જપ્ત કરી છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹1745 કરોડ ગણાવવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી એક વિશાળ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, NCBને એક નાના કન્સાઈનમેન્ટ વિશે મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ આગળ વધતા આ કેસ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ફેલાયેલો હોવાનો ખુલાસો થયો અને મોટી માત્રામાં કોકેન જપ્ત કરવામાં આવ્યું. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઓપરેશન લાંબા સમયથી ચાલી રહેલી નજર અને ગુપ્ત માહિતીના આધારે સફળ બન્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahએ આ કામગીરીને ઐતિહાસિક ગણાવી NCB ટીમને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે, “ડ્રગ કાર્ટેલ્સને નિર્દયતાથી સમાપ્ત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. મુંબઈ NCB દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી એ ગ્રાસરૂટથી ટોચ સુધીની વ્યૂહરચનાનું ઉત્તમ ઉદાહરણ છે.”
એજન્સીના જણાવ્યા મુજબ, આ કેસમાં સંડોવાયેલા આંતરરાષ્ટ્રીય ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે. નજીકના સમયમાં વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મોટી કાર્યવાહી સાથે દેશમાં ડ્રગ્સ વિરુદ્ધની લડતને વધુ મજબૂતી મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : સુરત બ્લુ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, લંડનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ જનક જાગાણી સામે લુકઆઉટ નોટિસની તૈયારી
આ પણ વાંચો : 40 કરોડના ડ્રગ્સ કેસ માં ગુજરાત કનેક્શનની તપાસ
આ પણ વાંચો : ખંભાતમાં 100 કરોડથી વધુના ડ્રગ્સ કેસમાં આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર
