Narmada/ રાજપીપળા નજીક એક ગામમાં ફુવાએ સગીર ભત્રીજીને ગર્ભવતી બનાવી, ભત્રીજીએ બાળકીને જન્મ આપ્યો

સગીરાના પરિવારજનોએ નવજાત બાળકીને સ્વીકારવાની ધરાર ના પાડતા મામલો ગરમાયો

Top Stories Gujarat

વિશાલ મિસ્ત્રી – પ્રતિનિધિ, રાજપીપળા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા નજીકના એક ગામમાં સગા ફુવાએ સગીર વયની ભત્રીજીને ગર્ભવતી બનાવી દીધી હોવાનો શર્મશાર કરતો એક કિસ્સો સામે આવ્યો હતો. જો કે આ ઘટના બાદ રાજપીપળા પોલીસે નરાધમ ફુવા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે એક તરફ સગીર વયની ભત્રીજીએ વડોદરા એસ.એસ.જી ખાતે નવજાત બાળકીને જન્મ આપ્યો હતો તો બીજી બાજુ સગીરાના પરિવારજનોએ નવજાત બાળકીને સ્વીકારવાની ધરાર ના પાડતા મામલો ગરમાયો હતો.

રાજપીપળા નજીકના એક ગામના પોતાના ફોઈ ફુવાના ઘરે રહી અભ્યાસ કરતી કુમળી વયની સગીર ભત્રીજી ફુવાએ દાનત બગાડી દુષ્કર્મ ગુજાર્યો હતો. હવે સમય જતાં સગીરા પેટમાં દુખતું હોવાની પોતાની ફોઈને ફરીયાદ કરવા લાગી હતી, તબીબી તપાસમાં સગીરાને 5 માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. દરમીયાન પોતાનાં ફુવાએ પોતાની સાથે આવુ ખરાબ કૃત્ય કર્યું હોવાનું સગીરાએ કબુલ્યું હતું.

ગર્ભવતી બનેલી સગીરાને સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા સગીરાએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ બાળકની તબિયત નાજુક રહેતા બાળકીને એનઆઈસીયુમાં રાખીને તબિબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. સગીરા અપરણીત હોવાનો ભાંડો ફૂટવા સાથે સગીરાના સગા સંબંધીઓ નવજાત બાળકીને સ્વીકારવાની ના પાડતા ફરજ પરના તબીબે આ સમગ્ર સંદર્ભે રાજપીપળા પોલીસને જાણ કરવામાં આવી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતા અને કાડીયાકામ કરી ગુજરાન ચલાવતો પરણિત યુવાનના સાળાનુ અવસાન થયું હતું. સાળાના મૃત્યુ પછી તેની પત્ની બીજા લગ્ન કરી લીધા હતા. જો કે બીજા લગ્ન કર્યા બાદ પોતાની બે દિકરીમાંથી એક દિકરીને પોતાની સાથે લઈ ગઈ હતી જ્યારે એક દિકરીને ફોઈએ ભણાવવા પોતાની પાસે રાખી હતી. ધોરણ 8માં ભણતી 13 વર્ષની કુમળી વયની હોવાનું જાણવા છતાં આ નરાધમ ફુવાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી બનાવી દીધી હતી.

આ ઘટના બાદ સગીરાને સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. દરમિયાન સગીરાને થોડા સમય બાદ પુન દુખાવાની તકલીફ થતા સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં સગીરાએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ નવજાત બાળકીને વજન ઓછું તેમજ તંદુરસ્તીનાં અભાવે સયાજી હોસ્પિટલના તબીબોએ નવજાત બાળકીને એનઆઈસીયુમાં રાખવામાં આવી છે.

આ બાળકીને તેના સગા સંબંધીઓ સ્વીકારવા માટેની ના પાડતા હોવાથી તેમજ સગીરા અપરણીત હોવાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવતા તબીબો ચોંકી ઉઠ્યા હતા. અને આ સમગ્ર મામલે તબીબ દ્વારા રાજપીપળા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.


Read More: આપના MLA ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના જામીન નામંજૂર, જેલમાં દિવાળી ઉજવવી પડશે

Read More: જ્યાં સુધી હું ચૂપ બેઠો છું ત્યાં સુધી સારું છે… ગુજરાત ભાજપના ધારાસભ્યે ઈઝરાયેલ સાથે સરખામણી કરીને આપી ધમકી

Read More: મોરબી ઝૂલતા પુલ કેસના આરોપી જયસુખ પટેલ દિવાળી જેલમાં જ વિતાવશે


નર્મદા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

નર્મદા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube 

Download Mobile App : Android | IOS