Arvalli news/ અરવલ્લીમાં મોડાસાની આર્ટસ કોલેજમાંથી ભ્રૂણ મળ્યું

અરવલ્લીની મોડાસાની આર્ટસ કોલેજમાંથી ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કોલેજની રેસ્ટ રૂમમાંથી મૃત ભ્રૂણ મચી આવતા કોલેજના સત્તાવાળાઓ સ્તબ્ધ છે. આ અંગે તપાસ કરવામાં આવતા કોઈ અજાણી મહિલા મૃત ભ્રૂણ છોડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat Others Breaking News

Arvalli News: અરવલ્લીની મોડાસાની આર્ટસ કોલેજમાંથી ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કોલેજની રેસ્ટ રૂમમાંથી મૃત ભ્રૂણ મચી આવતા કોલેજના સત્તાવાળાઓ સ્તબ્ધ છે. આ અંગે તપાસ કરવામાં આવતા કોઈ અજાણી મહિલા મૃત ભ્રૂણ છોડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

કોલેજના પ્રિન્સિપાલે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. કોલેજના પ્રિન્સિપાલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. મ.લા. ગાંધી કેમ્પસની કોલેજની આ ઘટના સામે આવી છે. કોલેજમાં બનેલી આ ઘટના ફક્ત કોલેજ જ નહીં આજુબાજુના વિસ્તારમાં પણ ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ ભ્રૂણને આડાસંબંધોના કરૂણ અંજામ તરીકે જોવામાં આવી રહ્યુ છે. આ ભ્રૂણ તે વાતને પુરાવો છે કે જો શારીરિક સંબંધો વેળા યોગ્ય સાધનોનો ઉપયોગ કરવામાં ન આવે તો શું સ્થિતિ આવે છે. પછી આ રીતે ભ્રૂણ છોડીને ભાગતા ફરવું પડે છે. આ ભ્રૂણ ત્યજનારી યુવતી આખું જીવન એક માનસિક તાણમાંથી પસાર થશે. આ રીતે ભ્રૂણને ત્યજી દેનારી યુવતી ચોક્કસપણે તેના શરીરનો એક હિસ્સો તેણે છોડી દેવાયો હોવાનું અનુભવતી રહેશે. તેથી શારીરિક સંબંધોમાં જો યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો પછી આ પ્રકારની અવાંછનીય સ્થિતિ સર્જાઈ શકે છે.

હવે તપાસ એ કરવાની છે કા અહી ત્યજી દેવામાં આવેલું ભ્રૂણ કોેલેજની જ કોઈ યુવતીનું છે કે તેને કોઈ બહારની યુવતી અહીં ત્યજીને ગઈ છે. શું આના માટે કોલેજના સ્ટુડન્ટ્સના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે તેવો સળગતો સવાલ પણ ઉઠી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ફ્રોડ સ્કીમઃ અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાય લોકો રૂપિયા ડબલ થી ત્રિપલની માયાજાળમાં ફસાયા

આ પણ વાંચોઃ અરવલ્લી પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત અને બેને ઇજા

આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં નકલી ડેપ્યુટી કલેક્ટરની પોલીસે કરી ધરપકડ