Viral Video/ બનાસકાંઠામાં વધુ એક વખત તાલિબાની સજાનો વીડિયો થયો વાયરલ

વક પ્રેમિકાને મળવા જતા ગ્રામજનોએ તાલિબાની સજા આપતા ફરી એકવાર ચકચાર મચી ગઈ છે.

Gujarat Others Videos

Banaskantha News: બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારની આસપાસ પ્રેમની સખ્ત વિરૂદ્ધ ગ્રામજનો દ્વારા અપાતી તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. યુવક પ્રેમિકાને મળવા જતા ગ્રામજનોએ તાલિબાની સજા આપતા ફરી એકવાર ચકચાર મચી ગઈ છે.

બનાસકાંઠામાં અગાઉ પણ તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો છે ત્યારે વાયરલ વીડિયો સરહદી વિસ્તાર હોવાનું જણાઈ આવે છે. યુવક પ્રેમિકાને મળવા જતાં ગ્રામજનોએ રંગે હાથે ઝડપી તાલિબાની સજા આપી છે. યુવકને ઝાડ સાથે બાંધી યુવકનું ટકલું (મુંડન) કરવામાં આવ્યું હતું.

આ પહેલા પણ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં મોડી રાત્રે બે યુવકો તેમની પ્રેમિકાને મળવા જતાં ગામના લોકોએ યુવકોનું મુંડન કરી તાલિબાની સજા આપી હતી. એટલું જ નહિ આ આગાઉ પણ તાલિબાની સજા આપતો તથા પ્રેમિકાના સબંધીઓ દ્વારા યુવકોને ઢોર માર મારવા જેવા અનેક વીડિયો વાયરલ થયેલા જોવા મળ્યા છે.

(મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ/PMના લગ્નની કંકોત્રી વાયરલ કરનાર સામે ફરિયાદ

આ પણ વાંચો:Rajkot-Court/સીજેઆઈ ચંદ્રચુડ રાજકોટમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે

આ પણ વાંચો:Ahmedabad Flower Show/અમદાવાદ ફ્લાવર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર, લોકોના ટોળેટોળા ઉમટયા, રૂ. 1.80 કરોડની આવક