Not Set/ ‘મહા’ વાવાઝોડું વર્તાવશે કહેર કે પડશે નરમ, જાણો શું છે સ્થિતિ

હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ-દીવ અને દાદરા-નગર હવેલી માટે અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘મહા’ ને લઇને 6 અને 7 નવેમ્બર માટે હવામાન અપડેટ્સ જાહેર કર્યા છે. માછીમારોને 6 નવેમ્બર સુધી માછલી પકડવા પર રોક લગાવવાનું કહેવામાં આવ્યું છે. વાવાઝોડાનાં જોખમને પહોંચી વળવા રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી) ની બેઠક સોમવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં […]

Top Stories Gujarat Others

હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ-દીવ અને દાદરા-નગર હવેલી માટે અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘મહા’ ને લઇને 6 અને 7 નવેમ્બર માટે હવામાન અપડેટ્સ જાહેર કર્યા છે. માછીમારોને 6 નવેમ્બર સુધી માછલી પકડવા પર રોક લગાવવાનું કહેવામાં આવ્યું છે.

વાવાઝોડાનાં જોખમને પહોંચી વળવા રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી) ની બેઠક સોમવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં મળી હતી. તેમાં તમામ સંબંધિત વિભાગોનાં અધિકારીઓએ ભાગ લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવાતની અસર ગુજરાત, મહારાષ્ટ્ર અને દમણ-દીવ પર પડે તેવો અનુમાન છે. વાવાઝોડાવાળા વિસ્તારોમાં નૌકાદળનાં જહાજો તૈનાત કરાયા છે. 7 નવેમ્બરનાં રોજ વાવાઝોડુ ગુજરાત અને મહારાષ્ટ્રનાં દરિયાકાંઠાને પાર કરશે. બેઠકમાં ઉપસ્થિત ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારનાં મુખ્ય સચિવોએ જણાવ્યું હતું કે તેઓએ જરૂરી તૈયારી કરી લીધી છે.

કોસ્ટગાર્ડ અને નેવી જહાજોની સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. માછલી પકડવાની તમામ પ્રવૃત્તિઓને સ્થગિત કરી દેવામાં આવી છે. દમણ અને દીવ વહીવટીતંત્રએ પણ આવી જ તૈયારી કરી લીધી છે. બેઠકમાં ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય તેમજ આઇએમડી, એનડીએમએ અને એનડીઆરએફનાં વરિષ્ઠ અધિકારીઓ ભાગ લીધો હતો.

આપને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રનાં સાગર કિનારે મહા વાવઝોડાનો ખતરો વધારે તોળાઇ રહ્યો છે. જેની સામે રાજય સરકારે તમામ જિલ્લા વહીવટી તંત્રને આપાત કાલીન સલામતીનું સચોટ આયોજન ઘડી કાઢવા સુચીત કર્યા છે. જેને લઇને જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા વાવાઝોડાને લઇને એકશન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. આવતીકાલ સાંજ સુધીમાં વાવાઝોડાની અસર સમુદ્ર કિનારે વર્તાશે એવી તંત્રએ આશંકા વ્યકત કરી છે. જો કે, વાવાઝોડાની ગતિ 40થી 50 પ્રતિ કલાક રહેવાની ધારણા વ્યકત કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.