Mehsana news/ કડીમાં ચોંકાવનારી ઘટના, મહિલાએ કિશોરને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ

મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં એક મહિલાએ કિશોરને પ્રેમજાળમાં ફસાવી લાંબા સમય સુધી યૌન શોષણ (Sexual Abuse) કર્યું હોવાનો આરોપ છે. કિશોરની ફરિયાદના આધારે પોલીસે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Breaking News
Sexual Abuse

Mehsana News:મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં એક મહિલાએ એક કિશોરને પ્રેમજાળમાં ફસાવીને લાંબા સમય સુધી દુષ્કર્મ (Sexual Abuse) આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કિશોરે આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવીને આ મામલો બહાર આવ્યો છે.પોલીસ સૂત્રો અનુસાર, આરોપી મહિલાએ આશરે 11 મહિના પહેલા કિશોરને પ્રેમમાં ફસાવ્યો હતો. ત્યારબાદ છેલ્લા 4 મહિનાથી તે તેના પર વારંવાર દુષ્કર્મ આચરતી હતી. આ ઘટનાઓ હોટલ હેવન અને હોટલ કૃષ્ણામાં બની હોવાનું કિશોરે જણાવ્યું છે.

હોટલ હેવન અને હોટલ ક્રિષ્નામાં દુષ્કર્મ આચર્યું (Sexual Abuse) 

કિશોરે પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું છે કે મહિલા તેને વારંવાર ધમકી આપતી હતી કે “પ્રેમસંબંધ નહીં રાખે તો મરી જશે.” આ ભય અને માનસિક દબાણને કારણે કિશોર લાંબા સમય સુધી આ બાબત છુપાવી રાખવા મજબૂર બન્યો હતો. અંતે તેણે હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.કડી પોલીસે આરોપી મહિલા સામે POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

આ પહેલા મહેસાણામાં એક પરણિત યુવકે પોતાને અપરણિત બતાવીને એક યુવતી સાથે લગ્નનું વચન આપીને છેલ્લા એક વર્ષથી તેનું શારીરિક અને માનસિક શોષણ(Sexual Abuse) કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો. યુવતી ગર્ભવતી બનતાં આ મામલો સામે આવ્યો હતો.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આરોપી વનરાજ ઠાકોર એક સ્થાનિક ગાયક હતો.તેણે યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું. યુવતી અપરણિત હતી અને આરોપીએ પોતાને પણ અપરણિત જણાવ્યો હતો. જોકે, તે પહેલેથી જ પરણિત હતો.


આ પણ વાંચો:મહેસાણામાં ચકચારી બનાવ, યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:મહેસાણામાં યુવકે લગ્નની લાલચ આપી ગાયક કલાકાર યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:મહેસાણામાં માનવતા શર્મશાર! મહેસાણામાં દુષ્કર્મનો ભોગ બનેલી 15 વર્ષની સગીરા બની માતા