Mehsana News/ મહેસાણા જિલ્લામાં ખનીજ માફિયા બેફામ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર દાદાગીરીપૂર્વક હુમલો

મહેસાણા જિલ્લામાં ગેરકાયદે રેતીના ડમ્પરો પકડવાની કાર્યવાહી બાદ ખનીજ માફિયાઓએ (Mining Mafia) રોયલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમાર પર હુમલો કર્યો. કોલર પકડી ધમકીઓ આપવામાં આવી અને વચ્ચે પડેલા ડ્રાઇવરને પણ માર મારવામાં આવ્યો.

Top Stories Gujarat Breaking News
Mining Mafia

Mehsana News:મહેસાણા જિલ્લામાં ખનીજ માફિયાઓની (Mining Mafia) બેફામ ગતિવિધિઓ વધુ એક વખત સામે આવી છે. ગેરકાયદે રેતી વહન કરતા ડમ્પરો પકડવા ગયેલા રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર માફિયાઓએ અદાવત રાખીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં અધિકારીનો કોલર પકડીને ધમકીઓ આપવામાં આવી હતી અને તેમને છોડાવવા વચ્ચે પડેલા એક ડ્રાઇવર સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. ઘટના માનવ આશ્રમ ચોકડી નજીક બની હતી.

રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ટીમે પકડ્યા હતા ડમ્પર

2 દિવસ પહેલા રાત્રે ખાણ-ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે રેતી ભરેલા ડમ્પરો તપાસ કરતી વખતે ત્રણ ડમ્પરોને ઝડપ્યા હતા. રોયલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમારની આગેવાની હેઠળની ટીમે આ વાહનો પર કાર્યવાહી કરીને દંડ ફટકાર્યો હતો.આ કાર્યવાહીની અદાવત રાખીને ખનીજ માફિયાઓએ (Mining Mafia) બીજા દિવસે સવારે અધિકારી પર હુમલો કર્યો. આરોપીઓએ ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમારનો કોલર પકડીને દાદાગીરી કરી અને જીવલેણ ધમકીઓ આપી.

અદાવત રાખી ખનીજ માફિયાએ (Mining Mafia) ધમકી આપી માર માર્યો

જ્યારે એક ડ્રાઇવરે અધિકારીને છોડાવવા વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પણ  માર મારવામાં આવ્યો.આરોપીઓમાં ગોવિંદ ઠાકોર અને સગલા સહિત અન્યોનો સમાવેશ થાય છે.ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમારે તાત્કાલિક સારવાર લીધા બાદ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો :મહેસાણામાં ANTFનો દરોડો, પોપી સ્ટ્રો સાથે 3 ઝડપાયા

આ પણ વાંચો :મહેસાણામાં કેમિકલ ફેક્ટરીઓના પ્રદૂષણથી ગ્રામજનોમાં રોષ, “શુદ્ધ હવા આપો નહીં તો ઈચ્છામૃત્યુ આપો”

આ પણ વાંચો :મહેસાણામાં યુવકે લગ્નની લાલચ આપી ગાયક કલાકાર યુવતી સાથે આચર્યું દુષ્કર્મ