રાજકોટ: રાજકોટમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ધનંજય વાય ચંદ્રચુડના હાથે ઉદઘાટન થવાનું છે. રાજકોટમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગની ખાસિયત છે કે તેમા બધી 47 કોર્ટનો સમાવેશ થઈ ગયો છે. તેથી હવે રાજકોટમાં બધે જુદા-જુદા સ્થળોએ કોર્ટ નહીં હોય.
ન્યાયાધીશ ચંદ્રચૂડ દિલ્હીથી ગુજરાત તેમના પત્ની કલ્પના દાસ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા હતા. તેમનું ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ એન વી અંજારિયા, કાયદા સચિવ પી.એમ. રાવલ, કલેક્ટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ આર.ટી. વછાણીએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યુ હતું.
ચીફ જસ્ટિસ ડી વાય જે ચંદ્રચુડ શનિવારે બપોરે અઢી વાગે રાજકોટના નવા બિલ્ડિંગનું દઘાટન કરશે. કાર્યક્રમ કલાકનો છે. તેમા તેઓ મહત્વની ટૂંકી સ્પીચ પશે. સીજેઆઇને રાજકોટમાં ગાર્ડ ઓફ ઓનર અપાશે. બપોરે ૧ર.૧૦ વાગ્યે સીજેઆઇ રાજકોટ આવી પહોંચશે. બપોરનું ભોજન લીધા બાદ તેઓ નવા કોર્ટે બિલ્ડીંગના ઉદઘાટનના કાર્યક્રમમાં બપોરે ર.૧પ વાગ્યા આસપાસ પહોંચશે.
આ ઉપારાંત સીજેઆઇ ચંદ્રચુડ પત્ની સાથે હેલિકોપ્ટરમાં સોમનાથ દર્શન કરવા જશે અને સોમનાથમાં રાત્રિ રોકાણ પછી શનિવારે સવારે દ્વારકા દર્શન કરવા જશે. તેના પછી તે રાજકોટ પરત આવશે. પરત આવીને દિલ્હી જવા માટે રવાના થશે. તેમના કાર્યક્રમ માટે સરકારના કુલ 36 અધિકારીઓને આ વ્યવસ્થા સોંપવામાં આવી છે. આ અધિકારીઓ સીજેઆઇના કાર્યક્રમની બધી જ જવાબદારી સંભાળશે.
રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે સીજેઆઈ ચંદ્રચુડની મહત્વની સ્પીચનો લાભ રાજકોટના વકીલોને મળવાનો છે. આ લાભ રાજકોટના કાયદા વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને મળે તે માટે લો કોલેજના વિદ્યાર્થીઓના આમંત્રિત કરવામાં આવ્યા છે. રાજકોટને નવું કોર્ટ બિલ્ડિંગ મળે તે માટે મહત્વનો ભાગ ભજવનારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપ પટેલે જણાવ્યું હતું કે રાજકોટના વકીલો તેમને આવકારવા થનગની રહ્યા છે. તેઓએ સીજેઆઇના મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેવા અનુરોધ વ્યક્ત કર્યો હતો.