Not Set/ રાહુલ ગાંધીના ન્યૂનતમ આવકની ગેરંટીના દાવા સામે શું છે દેશની હાલની પરિસ્થિતિ, જાણો

નવી દિલ્હી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, જો લોકસભા ચૂંટણીમાં પાર્ટીની સરકાર બનશે તો તેઓ લોકોની ન્યૂનતમ આવક નક્કી કરશે. જો કે ત્યારબાદ હવે આ દાવાને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી બાજુ ત્રણ દિવસ બાદ કેન્દ્રની મોદી સરકાર પોતાનું અંતિમ બજેટ રજુ કરવાની છે ત્યારે યુનિવર્સલ બેસિક […]

Top Stories India Trending

નવી દિલ્હી,

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, જો લોકસભા ચૂંટણીમાં પાર્ટીની સરકાર બનશે તો તેઓ લોકોની ન્યૂનતમ આવક નક્કી કરશે. જો કે ત્યારબાદ હવે આ દાવાને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

national-universal-basic-income-promise-of-rahul-gandhi-and-its-challenges-ahead of country

બીજી બાજુ ત્રણ દિવસ બાદ કેન્દ્રની મોદી સરકાર પોતાનું અંતિમ બજેટ રજુ કરવાની છે ત્યારે યુનિવર્સલ બેસિક ઇન્કમ (UBI)ની ઘોષણા થઇ શકે છે. જાણકારોના કહેવા મુજબ, કાર્યવાહક નાણા મંત્રી પિયુષ ગોયલ આ સ્કીમ અંગેની જાહેરાત કરી શકે છે.

national-universal-basic-income-promise-of-rahul-gandhi-and-its-challenges-ahead of country

જો કે વિશેષજ્ઞોના માનવા મુજબ, ભારત જેટલા વિશાળ દેશમાં આ સ્કીમની ઘોષણા કરવી સહેલી છે, પરંતુ તેને લાગુ કરવી એક સૌથી મોટો પડકાર છે.

મોટી સબસિડી થઇ શકે છે સમાપ્ત

ફિચ સમૂહની ભારતીય શાખામાં ઇન્ડિયા રેટિંગના ચીફ ઈકોનોમિસ્ટ સુનિલ સિંહે કહ્યું હતું કે, “UBIને લાગુ કરવા માટે બીજી ઘણી મોટી સબસિડીઓને સમાપ્ત કરાઈ શકે છે. એમાં માત્ર નાના અને શ્રીમંત ખેડૂતોને ૧૦ હજાર રૂપિયા પ્રતિ એકરના હિસાબથી દર વર્ષે આપવામાં આવે તો પણ દેશ પર વાર્ષિક ૧.૫૦ લાખ કરોડ રૂપિયાનો બોજ પડી શકે છે.

૨૦૧૬-૧૭ના આર્થિક સર્વેક્ષણમાં સરકારે UBI સ્કીમનો કર્યો હતો ઉલ્લેખ

national-universal-basic-income-promise-of-rahul-gandhi-and-its-challenges-ahead of country

યુનિવર્સલ બેસિક ઇન્કમ (UBI)ની વાત કરવામાં આવે તો, આ પહેલા જ ૨૦૧૬-૧૭ના આર્થિક સર્વેક્ષણમાં મોદી સરકાર દ્વારા આ સ્કીમને લઇ સંકેત આપ્યા હતા. આ સર્વેક્ષણમાં આંકડાઓના આધાર પર સાબિત કરાયું હતું કે, સબસિડી આપવા માટેની હાલની સ્કીમોમાં આવનારી તમામ બાધાઓ આ સ્કીમ દૂર કરી શકે છે.

સરકાર દ્વારા આપવામાં આવનારી તમામ સબસિડીઓમાં દેશની કુલ GDPનો ૫.૨ ટકા ભાગ અપાય છે, જેમાં સરકારની ૯૫૦ યોજનાઓ શામેલ છે. જો કે UBI સ્કીમ લાગુ કરવાથી કોઈ પણ અન્ય સ્કીમને લાગુ કરવાની જરૂરત રહેશે નહિ.

શું છે યુનિવર્સલ બેસિક ઇન્કમ સ્કીમ ?

national-universal-basic-income-promise-of-rahul-gandhi-and-its-challenges-ahead of country

યુનિવર્સલ બેસિક ઇન્કમ એ એક પ્રકારની નિશ્ચિત ઇન્કમ છે જે દેશના તમામ નાગરિકોને સરકાર દ્વારા આપવામાં આવે છે. આ માટે કોઈ શિક્ષણ કે કામ કરવાની કોઈ શરત હોતી નથી, આ એક માત્ર આદર્શ સ્થિતિ છે જે સમાજના પ્રત્યેક સભ્યને જીવન જીવવા માટે અપાય છે.