અમૃતસર,
દેશ-વિદેશમાં “વડાલી બ્રધર્સ”ના નામે પ્રખ્યાત થયેલી જોડી તૂટી હવે ગઈ છે. દેશના પ્રખ્યાત સૂફી ગાયક અને પદ્મ શ્રી પ્યારેલાલ વડાલીનું શુક્રવારે પંજાબના અમૃતસરમાં હાર્ટ એટેકના કારણે ૭૫ વર્ષની વયે નિધન થયું છે. તેઓ પૂરનચંદ વડાલીનાં નાના ભાઈ હતા.
#FLASH: Pyarelal Wadali, one of the singers of legendary Sufi set Wadali Brothers, passes away in Amritsar after cardiac arrest. pic.twitter.com/34R6aydVP4
— ANI (@ANI) March 9, 2018
પ્યારેલાલ વડાલીની તબિયત ખરાબ હોવાના કારણે ગુરુવારે અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ શુક્રવાર સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

પંજાબના અમૃતસરના એક નાનકડા ગામના વતની વડાલી ભાઈઓએ પોતાની પંજાબી-સૂફી ગાયિકાના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત થયા હતા. બોલીવુડમાં પણ તેઓની સૂફી ગાયિકાની વાત કરવામાં આવે તો “એ રંગરેજ મેરે ઓર એક તૂ હી તૂ” જેવા સંગીત ખૂબ પસંદ કરવામાં આવતી હતી.
પ્યારેલાલ વડાલીના સંગીત ક્ષેત્રે આપેલા યોગદાન બદલ ૧૯૯૨માં કેન્દ્ર સરકાર દ્વારા સંગીત નાટક એવોર્ડ તેમજ ૧૯૯૮માં તુલસી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૨૦૦૫માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન “પદ્મશ્રી“થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
