Not Set/ બોલીવુડ અભિનેતા મનોજ જોશીને એનાયત કરાશે પદ્મશ્રી એવોર્ડ

દિલ્લી, બોલીવુડ અભિનેતા મનોજ જોશીની પદ્મશ્રી એવોર્ડ માટેની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા મનોજ જોષીને પદ્મશ્રી એવોર્ડ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મનોજ જોશી થિયેટર સાથે સંકળાયેલા અભિનેતા છે અને તેઓ બોલીવુડ તેમજ મરાઠી ફિલ્મોમાં કોમેડી અને વિલનની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે. પદ્મશ્રી એવોર્ડ માટે જાહેર કરાયેલા મનોજ જોશીએ કારકિર્દીની શરૂઆત ૧૯૯૮માં એક […]

Entertainment
Capture compressed 175 1 બોલીવુડ અભિનેતા મનોજ જોશીને એનાયત કરાશે પદ્મશ્રી એવોર્ડ

દિલ્લી,

બોલીવુડ અભિનેતા મનોજ જોશીની પદ્મશ્રી એવોર્ડ માટેની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા મનોજ જોષીને પદ્મશ્રી એવોર્ડ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મનોજ જોશી થિયેટર સાથે સંકળાયેલા અભિનેતા છે અને તેઓ બોલીવુડ તેમજ મરાઠી ફિલ્મોમાં કોમેડી અને વિલનની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે.

પદ્મશ્રી એવોર્ડ માટે જાહેર કરાયેલા મનોજ જોશીએ કારકિર્દીની શરૂઆત ૧૯૯૮માં એક TV સિરિયલથી કરી હતી અને અત્યાર સુધી તેઓ ૬૦ ફિલ્મો કરી ચૂક્યા છે. મરાઠી ભાષામાં એક TV સિરિયલથી કેરિયર શરુ કરી તેઓ બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

મનોજ જોશી ચાણક્ય, એક મહેલ હો સપનો કા, રાઉ (મરાઠી), સંગદિલ , ખીચડી જેવી સિરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ બોલીવુડના રૂપેરી પડદે પણ સરફરોશથી પોતાની કારકિર્દી શરુ કરી હતી અને ત્યારબાદ તેઓ હલચલ, ધૂમ, ભાગમ ભાગ, ફિર હેરા ફેરી, ચુપ ચુપ કે, હંગામા, ભૂલ ભુલૈયા અને બિલ્લો બાર્બર જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.