યુપી,
વિકી કૌશલ અને યામી ગૌતમ સ્ટારર ‘ઉરી’ને દર્શકો અને ક્રિટીક્સને ખૂબ પસંદ કરી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હજુ પણ કમાલ કરી રહી છે અને આ દરમિયાન ફિલ્મ વિશે એક સારા સમાચાર સામે આવ્યા છે. બન્યું એવું કે યુપીમાં કેબિનેટની બેટકમાં, ફિલ્મ ‘ઉરી’ ને ટેક્સ ફ્રી કરવાની ઘોષણા કરી છે.
કુંભ વિસ્તારના કેબિનેટની બેઠકમાં, યોગીએ ‘ઉરી’થી સ્ટેટ જીએસટીને દૂર કરવાની જાહેરાત કરી હતી. એવું માનવામાં આવે છે કે સરકારના આ પગલાથી ઉરીને યુપીનો ફાયદો થશે, કારણ કે ટેક્સ મુક્ત કર્યા પછી, ટિકિટ રેટ સસ્તી થશે અને વધુને વધુ દર્શકો મૂવી જોવા જશે.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath in Prayagraj: There is a movie on the surgical strikes 'Uri', cabinet has decided to exempt it from state GST. This film will instill a feeling of nationalism in the youth and the citizens of the country. pic.twitter.com/J2F0EXjJEy
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 29, 2019
આપને જણાવી દઈએ કે અત્યારે સુધી 160.78 કરોડની કમાણી કરી લીધી છે.
800 સ્ક્રીન્સ પર થઇ રિલીઝ…
આશરે 25 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ આશરે 800 સ્ક્રીનો પર રિલીઝ થકરવામાં આવી હતી. ફિલ્મની એડવાન્સ બુકિંગ પણ સારી હતી. ફિલ્મમાં વિકી કૌશલની ભૂમિકાને દર્શકો દ્રારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ અગાઉ, ફિલ્મ ટ્રેલરને પણ લોકોએ પસંદ કર્યું હતું. વર્ષ 2016 માં કાશ્મીરમાં આતંકવાદી હુમલા માટે ભારતીય સેનાની પ્રતિસાદના આધારિત આ મૂવી ચર્ચાનો વિષય બની હતી.
‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ આરએસવીપી મૂવીઝ દ્વારા બનાવવામાં આવી છે અને આદિત્ય ધાર દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં, વિકી કૌશલ એક ફોજીની ભુમીકમાં છે અને યામી ગૌતમ એક ઈન્ટેલીજેન્સ અધિકારીની ભૂમિકામાં છે, જ્યારે પરેશ રાવલ પણ આ ફિલ્મમાં ઇન્ડિયન અધિકારીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
