Not Set/ શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાયા,લોકોને BJPના કસ્ટથી બહાર કાઢવાના છે: બાપુ

અમદાવાદ, શંકરસિંહ વાઘેલા 18 મહિના બાદ રાજનીતિમાં ફરી સક્રિય થયા છે. બાપુ 6 વખત ચૂંટણી લડ્યા,3 વખત સાંસદ બન્યા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવાયું હતું કે, હું થોડા દિવસ અગાઉ પુના ગયો અને શરદ પવારને મળ્યો હતો, અત્યારે લોકશાહી એક ભયમાં છે. એક જ દિવસમાં બંધારણમાં ફેરફાર થયા છે. લોકશાહીનું ગળું […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

શંકરસિંહ વાઘેલા 18 મહિના બાદ રાજનીતિમાં ફરી સક્રિય થયા છે. બાપુ 6 વખત ચૂંટણી લડ્યા,3 વખત સાંસદ બન્યા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવાયું હતું કે, હું થોડા દિવસ અગાઉ પુના ગયો અને શરદ પવારને મળ્યો હતો, અત્યારે લોકશાહી એક ભયમાં છે.

એક જ દિવસમાં બંધારણમાં ફેરફાર થયા છે. લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અત્યારે જુઠા સિવાય કંઈ નથી આવતું બહાર, લોકોને BJPના કસ્ટથી બહાર કાઢવાના છે.

ઉલ્લેખનિય છે કે, એનસીપી તરફથી જાન્યુઆરીમાં મોટા સમાચાર આવશે એવું કહીને શંકરસિંહે સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો, કે તેઓ આગામી દિવસોમાં એનસીપી સાથે જોડાઈ રહ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા શુક્રવારે વાપી શહેરની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન આવું નિવેદન કર્યું હતું. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, “એનસીપીના સુપ્રીમો શરદ પવાર સાથે મારે વાત થઈ છે.
લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાતા ભાજપ અને કોંગ્રસ બંન્ને પક્ષોને નુકસાન થઈ  શકવાની શક્યતા છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં એનસીપીના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી. જે બેઠકમાં જ વાઘેલાનું એનસીપીમાં જોડાવાનું નક્કી થઈ ગયું હતું.