Not Set/ અમદાવાદ: નારોલમાં કરંટ લાગતા 9 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત

અમદાવાદ, અમદાવાદના નારોલમાં કરંટ લાગતા એક બાળકનું મોત થયું હોવાની ઘટના બની હતી.નારોલના કર્ણાવતી વનમાં કરંટ લાગવાના કારણે નવ વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આપને જણાવીએ કે જૈમીન ભાવસાર એપાર્ટમેન્ટમાં રમતો હતો ત્યારે સોસાયટીની સ્ટ્રીટ લાઈટ પાસે જમીનમાંથી કરંટ લાગતા જૈમીનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું  હતું. નવ વર્ષીય જૈમીન તેના પરિવારજનોમાં ત્રણ બહેનો વચ્ચે […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના નારોલમાં કરંટ લાગતા એક બાળકનું મોત થયું હોવાની ઘટના બની હતી.નારોલના કર્ણાવતી વનમાં કરંટ લાગવાના કારણે નવ વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

આપને જણાવીએ કે જૈમીન ભાવસાર એપાર્ટમેન્ટમાં રમતો હતો ત્યારે સોસાયટીની સ્ટ્રીટ લાઈટ પાસે જમીનમાંથી કરંટ લાગતા જૈમીનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું  હતું. નવ વર્ષીય જૈમીન તેના પરિવારજનોમાં ત્રણ બહેનો વચ્ચે માત્ર એક નાનો ભાઈ હતો તેને લઈને હાલ તો પરિવારજનોમાં શોકની લાગણી પસરી ગઈ છે.

મહત્વનું છે આ ઘટના બન્યા બાદ ત્યાં સ્થાનિકોનો આક્ષેપ છે કે, અગાઉ પણ સોસાયટીમાં આવી ઘટનાઓ થઇ છે. સોસાયટીના ચેરમેન અને ટોરેન્ટ પાવર દ્વારા વાતને ધ્યાનમાં લેવામાં આવે અને ફરીથી આવી ઘટના ના બને તે માટે અપીલ પણ કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.