BJP યુવા મોરચાના પૂર્વ નેતા રાહુલ સોની દ્વારા વ્યાજ વસૂલી મામલે નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં રાહુલ સોની ઉગ્ર થઈને વિવેક શાહ પર હુમલો કરી રહ્યો છે.
આ સાથે અન્ય 2 વ્યક્તિઓની હાજરીમાં વિવેક શાહ અને રાહુલ સોની વચ્ચે બોલાચાલી થાય છે અને આ દરમિયાન પહેલા વિવેક શાહ ઉભા થાય છે અને ત્યાર બાદ રોષે ભરાઈને રાહુલ સોની ઉભા થાય છે અને વિવેક શાહને મારવા લાગે છે.
જેને લઈને ત્યાં હાજર અન્ય બે વ્યક્તિઓ વચ્ચે પડે છે અને ગુસ્સામાંને ગુસ્સામાં રાહુલ સોની ત્યાંથી બહાર નીકળે છે. મહત્વનું છે કે હિપોલીનના પૂર્વ ડિરેક્ટર વિવેક શાહે ભાજપના યુવા મોરચાના પૂર્વ મહામંત્રી રાહુલ સોની પાસેથી 80 લાખની રકમ વ્યાજે લીધી હતી.
જેના નક્કી કરેલા વ્યાજની રકમ કરતા પણ વધુ રકમ રાહુલ સોની માગી રહ્યો હતો. જેને લઈને રાહુલ સોની સામે વિવેક શાહે આનંદનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
