Not Set/ હેલ્થ ટીપ્સ: હવે ઉંઘ ઘટાડશે વજન, જાણો કેવી રીતે

સ્વસ્થ રહેવા માટે પૂરતી ઉંઘ લેવી જરૂરી છે. ઓછી ઉંઘ લેવાથી લોકોમાં મેદસ્વીતા જોવા મળવી સામાન્ય વાત છે. તાજેતરમાં જ  સંશોધનમાં ખુલાસો થયો છે કે સાત કે આઠ કલાકની ઉંઘ લેનારા લોકોમાં મોદસ્વીતા ઓછી જોવા મળે છે. એક અહેવાલ અનુસાર 74 ટકા ડાયેટીંગ કરનારા લોકો, જે દરરોજ 7થી 8 કલાકની ઉંઘ લેતાં હતાં તે લોકો […]

Health & Fitness

સ્વસ્થ રહેવા માટે પૂરતી ઉંઘ લેવી જરૂરી છે. ઓછી ઉંઘ લેવાથી લોકોમાં મેદસ્વીતા જોવા મળવી સામાન્ય વાત છે. તાજેતરમાં જ  સંશોધનમાં ખુલાસો થયો છે કે સાત કે આઠ કલાકની ઉંઘ લેનારા લોકોમાં મોદસ્વીતા ઓછી જોવા મળે છે. એક અહેવાલ અનુસાર 74 ટકા ડાયેટીંગ કરનારા લોકો, જે દરરોજ 7થી 8 કલાકની ઉંઘ લેતાં હતાં તે લોકો 3 કિલો સુધી વજન ઘટાડવામાટે સક્ષમ હતાં.

1000 લોકો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું કે 7થી 8 કલાકની ઉંઘ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે અયારે આપણે સૂઇ જઇએ છીએ તો આપણા શરીરમાં રહેલું ફેટ બર્ન થાય છે અને જ્યારે આપણે ઓછી ઉંઘ લઇએ છીએ ત્યારે ઓછુ ફેટ બર્ન થાય છે. જ્યારે આપણે ઓછી ઉંઘ લઇએ છીએ તો ઓછુ ફેટ બર્ન થવાના કારણે મેદસ્વીતા વધે છે.

10 દિવસમાં આ રીતે ઘટશે મેદસ્વીતા

સંશોધનકર્તાઓએ જણાવ્યું કે ચેરીમાં મેલાટોનિન રહેલું હોય છે, જે નિંદ્રા લાવવામાં સક્ષમ છે,તેથી તેનું સેવન કરવું લાભકારક સાબિત થાય છે.

સૂતા પહેલાં સ્ટાર્ચ યુક્ત આહાર ન લેવો જોઇએ કારણકે સ્ટાર્ચ લોહીમાં શુગરનું લેવલ વધારે છે, જેનાં કારણે તમને સારી ઉંઘ નહી મળે.

સૂતા પહેલાં માદક પદાર્થોનું સેેવન ન કરવું જોઇએ, કારણકે માદક પદાર્થોનું સેવન કરવાથી તમારે વારંવાર બાથરૂમ જવું પડશે, સાથે જ તમને એટલી જ તરસ પણ લાગશે તેથી તમારી ઉંઘ પુરી નહી થાય.