અમદાવાદ,
હૃદયની બિમારી ઉપર કરવામાં આવેલ એક નવા સંશોધનમાં જાણવા મળ્યુ કે, હવે એવા યુવા, વૃદ્ધ લોકો હૃદયની બિમારીના શિકાર થઈ રહ્યા છે જે ધૂમ્રપાન કરે છે. આ સંશોધનમાં ભારતીય મૂળના એક સંશોધનકર્તા પણ સામેલ છે.
સંશોધનમાં 3900થી વધુ એવા દર્દીઓમાં હૃદયની બિમારી ઉત્પન્ન કરવાવાળા કારકોનુ વિશ્લેષણ કરવામાં આવ્યુ છે, જેમનુ અમેરિકાના ક્લીવલેન્ડ ક્લિનિકમાં 1995 અને 2014 વચ્ચે હૃદયની બિમારીની ગંભીર અને ખતરનાક કિસ્મ એસટી-એલિવેશન માયોકાર્ડિયલ ઈન્ફેક્શન અથવા એસટી સેગમેન્ટ એલિવેશન માયોકાર્ડિયલ ઈન્ફેક્શન (એસટીઈએમઆઈ) માટે સારવાર કરવામાં આવી છે.
સંશોધનના મુખ્ય સંશોધનકર્તા અને ક્લીવલેન્ડ ક્લિનિકના સમીર કપાડિયાએ જણાવ્યું કે, હૃદયની બિમારીની સારવાર માટે સુધારા માટે ચિકિત્સકોએ ખૂબ જ પ્રશંસનીય કામ કર્યુ છે, પરંતુ આ સંશોધન બતાવે છે કે અમારે આ બિમારીને રોકવાની દિશામાં વધુ સારુ કામ કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, અત્યારની યુવાપેઢીમાં હૃદય સંબંધિત બિમારીઓના કેસ વધી રહ્યા છે, આ ઉપરાંત મોટાભાગના યુવાનો નાની ઉંમરથી જ ધૂમ્રપાન તરફ આકર્ષાય છે જે લત તેઓ મોટી ઉમર સુધી નથી છોડી શક્તા. જેના કારણે તેઓને હૃદય સંબંધિત બિમારી થવાનો ખતરો વધી જતો હોય છે.
