Not Set/ ચીન : ગલુડિયું સમજીને પાળ્યું, પણ થોડા દિવસ પછી નીકળ્યું ઉંદર

ચીનમાં એક વિચિત્ર વિડીયો સામે આવ્યો છે. વિડીયો ના અનુસાર એક માણસે પોતાનું એકલાપણું દૂર કરવા  માટે કુતરું પાળ્યું હતું પરંતુ થોડા દિવસ બાદ તેને ખબર પડી કે તે ગલુડિયું નહી પરંતુ ઉંદર છે. આ માણસના કહેવા પ્રમાણે તેણે એક ઉંદર પાળ્યું હતું. આ મામલે તેને સોશીયલ મીડિયામાં એક વિડીયો પણ શેર કર્યો છે. આ […]

World Trending

ચીનમાં એક વિચિત્ર વિડીયો સામે આવ્યો છે. વિડીયો ના અનુસાર એક માણસે પોતાનું એકલાપણું દૂર કરવા  માટે કુતરું પાળ્યું હતું પરંતુ થોડા દિવસ બાદ તેને ખબર પડી કે તે ગલુડિયું નહી પરંતુ ઉંદર છે.

આ માણસના કહેવા પ્રમાણે તેણે એક ઉંદર પાળ્યું હતું. આ મામલે તેને સોશીયલ મીડિયામાં એક વિડીયો પણ શેર કર્યો છે.

આ માણસ તેના મિત્ર સાથે પહાડી વિસ્તારમાં એક ગામમાં ગયો હતો તે દરમ્યાન તેણે તેના મિત્રના ઘરમાં એક કાળું ગલુડિયું  જોયું જેને જોઇને તે ઘરે લઇ આવ્યો હતો. અંધારું હોવાથી તે ગલુડિયું  અને ઉંદર વચ્ચેનો તફાવત સમજી શક્યો નહતો. તેણે તેના મિત્ર સાથે પણ માફી  માંગી લીધી હતી.

આ વિડીયો શેર થતા ઘણા લોકોએ આ ઉંદરને ઓળખી લીધો હતો અને કહ્યું હતું કે આ બમ્બુ ઉંદર છે જે ખાલી વાંસ જ ખાય છે. આ પ્રકારના ઉંદર દક્ષીણ ચીનમાં વધારે જોવા મળે છે.