Lifestyle News/ કયા દેશની સ્કૂલ થાળી છે સૌથી બેસ્ટ? ફ્રાન્સના ઉત્સવ જેવા લંચથી લઈને ભારતના મિડ-ડે મીલ સુધીની સફર

દુનિયાભરની શાળાઓમાં બાળકોને અપાતા Lunch વિશે જાણો. જાપાનના શિસ્તબદ્ધ ભોજનથી લઈને ફ્રાન્સના લક્ઝરી લંચ અને ભારતના મિડ-ડે મીલ સુધીની તમામ માહિતી અહીં ઉપલબ્ધ છે.

Trending Food Health & Fitness Lifestyle
Lunch

School Lunch Around the World: આજના યુગમાં બાળકોનું સ્વાસ્થ્ય માત્ર માતા-પિતાની જ નહીં, પણ શાળાઓની પણ જવાબદારી બની ગઈ છે. ખાંડ અને તેલવાળા ખોરાકને દૂર કરી હવે વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ ડાયેટ પ્લાન અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.

Lunch

ફ્રાન્સ અને ઈટાલી: સ્વાદ અને પરંપરાનું મિશ્રણ

ફ્રાન્સ: અહીં લંચ કોઈ ઉત્સવ જેવું હોય છે. બાળકોને ‘ફોર-કોર્સ મીલ’ આપવામાં આવે છે, જેમાં સ્ટાર્ટર, મેઈન કોર્સ, ડેરી પ્રોડક્ટ્સ અને મીઠાઈ સામેલ હોય છે. બાળકો ખોરાકની સંસ્કૃતિને સમજે તે માટે અહીં લંચ બ્રેક 90 મિનિટ સુધી ચાલે છે.

ઈટાલી: અહીં ઋતુ મુજબ મેનૂ બદલાય છે. પાસ્તા અથવા ભાત પછી માછલી કે મીટ અને ત્યારબાદ તાજા શાકભાજી, રોટલી અને ફળ પીરસાય છે.

જાપાન અને બ્રાઝિલ: નિષ્ણાતોની દેખરેખ

જાપાન: અહીં ‘ક્યુશોકુ’ પરંપરા અત્યંત મજબૂત છે. લગભગ 99% બાળકો શાળાનું જ ખાણું ખાય છે. દરેક શાળામાં પોતાનું ન્યુટ્રિશનિસ્ટ (પોષણ નિષ્ણાત) હોય છે, જે તાજી સામગ્રીમાંથી મેનૂ તૈયાર કરે છે.

બ્રાઝિલ: અહીં દરરોજ 5 કરોડ બાળકોને ભોજન(Lunch)  અપાય છે. નિયમ મુજબ લંચની 30% સામગ્રી સ્થાનિક ખેતરોમાંથી જ આવવી જોઈએ, જેથી બાળકોને તાજું અને સ્થાનિક ભોજન મળે.

Lunch

ભારત: વિશ્વનો સૌથી મોટો ફીડિંગ પ્રોગ્રામ

ભારતમાં ‘મિડ-ડે મીલ’ યોજના હેઠળ ધોરણ 1 થી 8 ના બાળકોને મફત પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.

પ્રાઈમરી લેવલ: 450 કેલરી અને 12 ગ્રામ પ્રોટીન.

સીનિયર પ્રાઈમરી: 700 કેલરી અને 20 ગ્રામ પ્રોટીન.

ભોજનમાં અનાજ, દાળ અને શાકભાજીનો ફરજિયાત સમાવેશ કરવામાં આવે છે.

Lunch

અમેરિકા: Lunch માટે પ્રોસેસ્ડ ફૂડનો પડકાર 

અમેરિકાની શાળાઓમાં દૂધ અને ફળો તો હોય છે, પરંતુ મોટાભાગે ‘ફ્રોઝન ફૂડ’ (થીજવેલો ખોરાક-Lunch) ગરમ કરીને પીરસવામાં આવે છે. આ પ્રોસેસ્ડ ફૂડની સમસ્યાને સુધારવા માટે ત્યાં અત્યારે પ્રયાસો ચાલુ છે.


આ પણ વાંચો:  ઉનાળામાં નબળાઈ અને ચક્કરથી બચવા માટે ખાઓ આ 4 ફળ, શરીર રહેશે હાઇડ્રેટ અને એનર્જેટિક

આ પણ વાંચો : શું તમે જાણો છો તરબૂચમાં કયા વિટામિન્સ હોય છે? ઉનાળામાં આ ફળ ખાવાના ફાયદા જાણીને હેરાન રહી જશો