Gujarat Local Body Election 2026/ મહેસાણાના જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા પર હુમલો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વધેલી રાજકીય ગરમીમાં મહેસાણામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા પર હુમલો થતાં સનસનાટી મચી ગઈ છે.

Top Stories Gujarat Others Breaking News

Mahesana News:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વાગેલા પડઘમના પગલે રાજકીય પક્ષોનું પ્રચાર અભિયાન વધુને વધુ વેગ પકડી રહ્યું છે. ચૂંટણીના લીધે રાજકીય પક્ષો વચ્ચેના દાવા-પ્રતિદાવા અને રાજકીય હુંસાતુંસી પણ પ્રતિદિન નવી-નવી સપાટી નોંધાવી રહી છે. શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેના કાર્યકરોમાં હોબાળા તો જાણે સામાન્ય બની ગયા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વધેલી રાજકીય ગરમીમાં મહેસાણામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા પર હુમલો થતાં સનસનાટી મચી ગઈ છે. તેમનો કાફલો મગુના-રામનગર વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે અંધારામાં અજાણ્યા ઇસમોએ આ હુમલો કર્યો હતો.

અજાણ્યા ઇસમોએ કારના કાફલા પર હુમલો કર્યો તેમા બે કારને નુકસાન થયું હતું. તે કારમાં બેઠેલા પંકજ પટેલ નામના કાર્યકરને પણ ઇજા થઈ હતી. અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ટિકિટ ફાળવણી થઈ ત્યારે નરેશ પટેલને ટિકિટ આપવામાં આવી તે વખતે પણ મોટાપાયા પર વિરોધ થયો હતો. સાંથલ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં કંઈક નવું નીકળે તો પણ આશ્ચર્ય નહીં થાય. આમ પણ રાજકીય અદાવતોમાં કોઈને કાંકરી બનાવીને કોઈકને પાડી દેવામાં આવતા હોય છે. હવે આ હુમલો કરીને ઉમેદવારને સંદેશો આપવામાં આવ્યો છે કે કે ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે જોવાનું રહેશે. હાલમાં તો પોલીસે તપાસ શરૂ કરી છે અને તપાસમાં કંઈ નીકળે તો આગામી દિવસોમાં આ હુમલો કરનારા સામે ફરિયાદ નોંધવામાં આવી શકે છે. આ પ્રકારની રાજકીય અદાવતમા પોતાના જ પક્ષના લોકોથી લઈને વિપક્ષના લોકો સુધી હોવાની પણ સંભાવના છે. આ સિવાય આ કોઈ અંગત અદાવત છે કે નહી તે એન્ગલ પણ પોલીસ ચકાસી રહી છે.


આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ