Not Set/ ભરૂચ: જર્જરિત મકાન થયું ધરાશાયી, ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત, 1નું મોત

ભરૂચ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદના કારણે જાનમાલનું નુકશાન થઇ રહ્યાનું જાણવા મળી રહ્યું છે. કેટલીક ઠેકાણે મકાન ધરાશાયી થવાની માહિતી મળી રહી છે. આવી જ એક ઘટના ભરૂચ ખાતે બની છે. ભરૂચના ફાંટા તળાવ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું હતુ. મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાટમાળમાં કુલ 5 લોકો […]

Top Stories Gujarat Trending

ભરૂચ,

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદના કારણે જાનમાલનું નુકશાન થઇ રહ્યાનું જાણવા મળી રહ્યું છે. કેટલીક ઠેકાણે મકાન ધરાશાયી થવાની માહિતી મળી રહી છે. આવી જ એક ઘટના ભરૂચ ખાતે બની છે.

ભરૂચના ફાંટા તળાવ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું હતુ. મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કાટમાળમાં કુલ 5 લોકો દબાયા હતા. જેમાંથી એક મહિલાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં થતા.

ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક યુવાનોની મદદથી કલાકોના રેસ્ક્યુ ઓપરેશન બાદ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.