Not Set/ અ’વાદ: છરીની અણીએ પૈસા ઉઘરાવતા શખ્સને લોકોએ ચખાડ્યો મેથીપાક,વિડીયો થયો વાયરલ

અમદાવાદ, રાજ્યમાં દિવસેને દિવસે તોફાની તત્વોને જાણે પોલીસનો કાયદાનો ડર ઓછો થતો જતો તેમ લાગી રહ્યું છે ત્યારે હાલ સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો અમદાવાદના કાલુપુર વિસ્તાર છે તેવી ચર્ચા સેવાઈ રહી છે જ્યાં એક શખ્સને કેટલાક લોકો રોડ ઉપર માર મારી રહ્યા છે. મળતી માહિતી મુજબ કાલુપુરમાં છરીની અણીએ […]

Ahmedabad Gujarat Trending Videos

અમદાવાદ,

રાજ્યમાં દિવસેને દિવસે તોફાની તત્વોને જાણે પોલીસનો કાયદાનો ડર ઓછો થતો જતો તેમ લાગી રહ્યું છે ત્યારે હાલ સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો અમદાવાદના કાલુપુર વિસ્તાર છે તેવી ચર્ચા સેવાઈ રહી છે જ્યાં એક શખ્સને કેટલાક લોકો રોડ ઉપર માર મારી રહ્યા છે.

મળતી માહિતી મુજબ કાલુપુરમાં છરીની અણીએ હપ્તો ઉઘરાવતા શખ્સને માર મારવા આવી રહ્યો જ્યાં ફ્રૂટ માર્કેટમાં હપ્તો ઉઘરાવનાર શખ્સને કેટલાક વેપારીઓએ આ શખ્સને મેથીપાક ચખાડ્યો હતો.