Gondal News: મોટા ભાગે આપણે એવા કિસ્સાઓ સંભાળતા હોઈએ છીએ કે નશામાં ધુત લોકો વિચિત્ર વસ્તુઓ કરતા હોય છે.આવીજ એક ઘટના ગોંડલ સિવિલના ઈમરજન્સી વિભાગમાં બની હતી જ્યાં એક વ્યક્તિ બાઈક લઈ ઘુસી આવ્યો હતો, અને માહિતી અનુસાર બાઈક ચાલક દર્દીને લઈને હોસ્પિટલ આવ્યો હતો ત્યારે તેને ઈમરજન્સી વિભાગમાં બાઈક ચઢાવી દીધું હતું. ત્યારે હોસ્પિટલમાં લોકોમાં ભય ફેલાયો હતો. જાણકારી અનુસાર બાઈક ચાલક દર્દીને સારવાર માટે સિવિલમાં લાવ્યો હતો.
પરંતુ તે તેને સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઈક માજ ઈમરજન્સી રૂમ સુધી લઈ ગયો હતો.જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ગોંડલ સિવિલ હોસ્પીટલમાં બની હતી.જ્યાં બીક ચાલક દર્દીને લઈને સીધા જ સિવિલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચ્યા હતા.સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઈક જ ઈમરજન્સીમાં ચઢાવ્યું હતું.

જે બાદ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઘટના બાદ હોસ્પિટલની સુરક્ષાને લઈને લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.સિવિલની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જ્યાં બાઈક ઈમરજન્સી વિભાગમાં આવતા સ્ટાફનો જીવ તાળવે ચોટયો હતો.સાથે સારવાર હેઠળ અન્ય દર્દીના જીવ પણ જોખમમાં મુકાયા હતા.આવી સ્થિતિમાં સુરક્ષાને જોતા હોસ્પીટલની સુરક્ષાનો મોટો પ્રશ્ન ઉભો થયો હતો. માહિતી અનુસાર બાઈક ચાલક સાથે રમેશ પરમાર નામના દર્દી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.
આ પણ વાંચો:હિંમતનગરનું ગામડી ગામ બન્યું પુરુષ વિહોણું, રહી માત્ર જૂજ મહિલાઓ
આ પણ વાંચો:ધરમપુરના દહાડમાં દુકાનદારની ચાલાકીથી ઝડપાઈ નકલી પોલીસ
આ પણ વાંચો:ચાર આતંકવાદીઓના કેસમાં શ્રીલંકાના મુસ્લિમ ધર્મ પ્રચારકનું પણ આવ્યું નામ
