@રવિ ભાવસાર
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત એટીએસે (Gujarat ATS) ચાર શ્રીલંકન આતંકવાદી પકડ્યા તે કેસમાં હવે ગુજરાત એટીએસની ટીમ શ્રીલંકા જઈ શકે છે. આ કેસમાં વધુ ત્રણ આરોપીઓના નામ સામે આવ્યા છે. શ્રીલંકામાં આ કેસમાં બેની અટકાયત કરવામાં આવી છે. એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઓસ્મંડ ગેરાન્ડ નામનો શખ્સ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ ચાર આતંકવાદીઓના કેસમાં શ્રીલંકાના મુસ્લિમ ધર્મ પ્રચારકનું નામ પણ બહાર આવ્યું છે. આ આતંકવાદીઓ તેમની સાથે સંપર્કમાં હતા અને 42 દિવસ રહ્યા હતા. આ મુસ્લિમ ધર્મ પ્રચારકે તેમનો અબુ પાકિસ્તાની સાથે સંપર્ક કરાવ્યો હોવાનું કહેવાય છે.
ગેરાંડ પર શ્રીલંકાએ 20 લાખ શ્રીલંકન રૂપિયાનું ઇનામ જાહેર કર્યુ છે. ઓસ્મંડ ગેરાંડે આતંકવાદીઓને ચાર લાખ રૂપિયા આપ્યા હતા. તે સતત વેશપલટો કરતો રહે છે. ગુજરાત એટેસની માહિતીના પગલે શ્રીલંકામાં ત્રણની અટકાયત કરવામાં આવી હતી. આ ત્રણેય જણે ચારેય આતંકવાદીઓને ભારત આવવામાં મદદ કરી હતી. આ ત્રણેય શખ્સોના ઘરે તપાસ દરમિયાન વાંધાજનક વસ્તુઓ અને સામગ્રી મળી આવી હતી.
ચારેય આતંકવાદીઓના મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા છે. ગુજરાત એટીએસની ટીમ વધુ ત્રણ આરોપી અને આરોપીના મોબાઇલ લેવા જશે. આ આતંકવાદીઓ માટે પંજાબ અને પાકિસ્તાન બોર્ડર પર ડ્રોનથી શસ્ત્રોનું લેન્ડિંગ થવાનું હતું. ચિલોડા નજીકથી 78 હજાથી વદુ વાહનોના સીસીટીવી ડેટા મેળવાયા છે. એટીએસ 13 હજાર વાહનોની તપાસ કરી ચૂકી છે. ગુજરાત એટીએસની ટીમ હવે બીજા રાજ્યોમાં પણ તપાસમાં લાગી છે. ગુજરાત એટીએસની ટુકડીએ વધુ તપાસ માટે દિલ્હી, રાજસ્થાન અને પંજાબમાં પણ ધામા નાખ્યા છે.
આ પણ વાંચો: ગેમઝોન કાંડનો વધુ એક આરોપી ઝડપાયો, વધુ ખુલાસા થવાની સંભાવના
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ
આ પણ વાંચો: અમદાવાદમાં 11 સાયન્સ માટે 9 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ કાર્યક્રમ જાહેર
આ પણ વાંચો: ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર અરજીઓની સંખ્યા પાંચ લાખને વટાવી ગઈ