Not Set/ ભાવનગરઃ 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ બનતા શહેર ચકચાર

ભાવનગર, ભાવનગરમાં ગત 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના સદસર પચીસ વારીયા વિસ્તારમાં યુવાનની ઘટના સામે આવી છે.મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આ હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસે તપાસ કરતા મૃતકનું નામ ગીરીરાજસિંહ હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ […]

Top Stories Gujarat Others

ભાવનગર,

ભાવનગરમાં ગત 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના સદસર પચીસ વારીયા વિસ્તારમાં યુવાનની ઘટના સામે આવી છે.મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આ હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસે તપાસ કરતા મૃતકનું નામ ગીરીરાજસિંહ હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. આ હત્યા કોણે કરી? અને કયા કારણોસર કરી? તે રહસ્ય પરથી પડદો ઉઠાવવા પોલીસે તપાસ હાથ ધરી છે

ઉલ્લેખનિય છે કે 24 કલાકમાં હત્યાનો આ બીજો બનાવ છે. હત્યાના ઉપરા ઉપરી બે બનાવોને પગલે લોકોમાં અસલામતીની લાગણી વ્યાપી ગઈ છે.