Not Set/ બનાસકાંઠા: વહેલી સવારે જનરલ સ્ટોર્સમાં લાગી આગ,ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળે

બનાસકાંઠા, બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલ ભાચરવા ગામે એક જનરલ સ્ટોરમાં આગ લાગતા નાસભાગ મચી હતી.ગણેશ જનરલ સ્ટોર નામક દુકાનમાં આજે વહેલી સવારે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.કોઈ કઈ સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી દુકાન આગની લપેટોમાં ઘેરાઈ ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી […]

Top Stories Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલ ભાચરવા ગામે એક જનરલ સ્ટોરમાં આગ લાગતા નાસભાગ મચી હતી.ગણેશ જનરલ સ્ટોર નામક દુકાનમાં આજે વહેલી સવારે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.કોઈ કઈ સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી દુકાન આગની લપેટોમાં ઘેરાઈ ગઈ હતી.

બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ તે પહેલા જ દુકાનમાં રહેલો તમામ માલ સામન બળીને ખાક થઈ ગયો હતો. પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાના સમાચાર નથી.