મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની દિવાળી જેલમાં જ વિતશે. ગુજરાત હાઈકોર્ટે જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ નિયત કરી છે. જયસુખ પટેલના વકીલ દ્વારા માગ કરવામાં આવી હતી કે, જ્યાં સુધી જયસુખ પટેલને નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન આપવામાં આવે. જો કે, આ અરજીનો મૃતકોના પરિજનોએ વિરોધ કર્યો હતો.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીનાં સંચાલક અને આરોપી જયસુખ પટેલને મોટો ઝટકો મળ્યો છે. જયસુખ પટેલે નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડલા માંગણી કરી હતી. જોકે કોર્ટે જયસુખ પટેલની હંગામી જામીન અરજી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ઓરેવા કંપનીનાં સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલ દિવાળી જેલમાં જશે.
મોરબીમાં 30મી ઓક્ટોબર 2022ના રોજ ઝુલતા પુલ દુર્ઘટના બની હતી જેમાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા. તે બનાવને લઈને હાલમાં હાઇકોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો છે. દરમિયાનમાં ઘટનાની તપાસ મામલે સીટની રચના થઈ હતી તે સીટની ટીમ દ્વારા પોતાનો ફાઇનલ રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવામાં આવ્યો છે અને તેમાં ઉપરોક્ત ઘટના બાબતે ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી છે.
કંપનીના એમડી જયસુખભાઈ પટેલ, મેનેજર દિનેશભાઈ દવે અને દીપકભાઈ પારેખ સહિતનાઓ આ ઘટના માટે સીધા જવાબદાર છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે.
Read More: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી, ખેડૂતોની ચિંતા વધી
Read More: સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં 155 ભોજન કેન્દ્રનો કરાવ્યો શુભારંભ
Read More: ગોરખપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 6 લોકોના કરૂણ મોત
Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube