ભાવનગર/ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રેનેજની સફાઈ દરમિયાન દુર્ઘટના, એક શ્રમિકનું મોત

ભાવનગરમાં ઝેરી ગેસથી બે શ્રમિકોની હાલત ગંભીર જોવ મળી રહી છે.સેન્ટ્રલ સોલ્ટ સંસ્થામાં આ સમગ્ર ઘટના સામે આવી છે.જો કે ગંભીર શ્રમિકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 10T181817.741 સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રેનેજની સફાઈ દરમિયાન દુર્ઘટના, એક શ્રમિકનું મોત
  • ભાવનગરમાં ઝેરી ગેસથી બે શ્રમિકો ગંભીર
  • સેન્ટ્રલ સોલ્ટ સંસ્થામાં બની સમગ્ર ઘટના
  • રાજેશ વેગડ નામના એક શ્રમિકનું થયું મોત
  • સારવાર લઇ રહેલ એક શ્રમિકની હાલત ગંભીર

ભાવનગરમાં ઝેરી ગેસથી બે શ્રમિકોની હાલત ગંભીર જોવ મળી રહી છે.સેન્ટ્રલ સોલ્ટ સંસ્થામાં આ સમગ્ર ઘટના સામે આવી છે.જો કે ગંભીર શ્રમિકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ડ્રેનેજની સફાઈ દરમિયાન ઝેરી અસર જોવા મળી હતી.રાજેશ વેગડ નામના એક શ્રમિકનું મોત નિપજ્યુ છે.સારવાર લઇ રહેલ એક શ્રમિકની હાલત હજૂ પણ ગંભીર જોવા મળી રહી છે.

શહેરના વાઘાવાડી રોડ પર મરીન રિસર્ચ સેન્ટર સેન્ટ્રલ સોલ્ટ યુનિટ આવેલું છે. આ યુનિટમાં ડ્રેનેજ લાઇન સાફ કરવા માટે રિસર્ચ સેન્ટરનો કર્મચારી ગટરમાં ઉતર્યા હતાં, પરંતુ ઝેરી ગેસ ગટરમાં ઘૂસી જતાં કર્મચારી બેભાન થઇ ગયો હતો. જેથી ત્યાં હાજર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીએ માનવતાના ધોરણે તેને બચાવવા માટે ગટરમાં ઉતર્યો હતો.

આ ઘટનાની જાણ ફાયરને કરતા ફાયર બ્રિગેડ ના કાફલા એ બન્ને ને ગટરના ટાંકા માથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા, જેમાં રાજેશ નામના વ્યક્તિને ડોકટરે મૃત જાહેર કર્યો હતો, ઘટના ના પગલે પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેમાં ઘટના બાદ લાંબા સમય સુધી મનપા કમિશનર કે કોઈ નહીં આવતા લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો, ભારે હોબાળા બાદ આખરે કમિશનર, મેયર તેમજ ચેરમન સહિતના હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રેનેજની સફાઈ દરમિયાન દુર્ઘટના, એક શ્રમિકનું મોત


આ પણ વાંચો:ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો

આ પણ વાંચો:દેશની ધરતી પર શરૂ થવા જઈ રહી છે પ્રથમ વિદેશી યુનિવર્સિટી, જાણો ક્યાં ક્યાં છે કોર્સ

આ પણ વાંચો:અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વિદેશી મહિલા પાસેથી 4.50 કરોડનું ડ્રગ્સ કર્યું કબજે

આ પણ વાંચો:દિવાળીમાં વધારે ઉત્સાહ બની શકે છે જોખમી