બનાસકાંઠા/ અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વિદેશી મહિલા પાસેથી 4.50 કરોડનું ડ્રગ્સ કર્યું કબજે

LCB અને SOGની ટીમે બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પરથી 4.50 કરોડની કિંમતનો ડ્રગ્સ કબજે કર્યો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 11 08T155331.094 અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વિદેશી મહિલા પાસેથી 4.50 કરોડનું ડ્રગ્સ કર્યું કબજે

Banaskantha News: ગુજરાતમાંથી ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી કરનાર વ્યક્તિને ઝડપી પાડવામાં આવી છે. માહિતીના આધારે LCB અને SOGની ટીમે બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પરથી 4.50 કરોડની કિંમતનો ડ્રગ્સ કબજે કર્યો છે. રિપોર્ટ અનુસાર, પોલીસ ટીમને માહિતી મળી હતી કે બસમાં એક વિદેશી મહિલા કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે મુસાફરી કરી રહી છે.બનાસકાંઠા જિલ્લાની એલસીબી, એસઓજી અને અમીરગઢ પોલીસની ટીમે મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એલસીબી, એસઓજી અને અમીરગઢ પોલીસની ટીમે અંદાજિત રૂ.4 કરોડના ડ્રગ્સ સાથે વિદેશી મહિલાને પકડી પાડી હતી.

પોલીસને બાતમી મળી હતી કે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસમાં એક મહિલા ડ્રગ્સ લઈને જઈ રહી છે. જેના આધારે પોલીસ ટીમે અમીરગઢ બોર્ડર પર તપાસ તેજ કરી હતી. દરમિયાન પોલીસે એક લક્ઝરી બસને રોકીને તપાસ કરી હતી. આ બસમાં મુસાફરી કરતી વિદેશી મહિલાની તપાસ દરમિયાન તેની પાસેથી રૂ. 50 લેવામાં આવ્યા હતા. 4.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.

વિદેશી મહિલા પ્રવાસી પાસેથી ડ્રગ્સનો જંગી જથ્થો મળી આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પણ ચોંકી ઉઠ્યો હતો. આ બસ દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહી હતી. પોલીસે વિદેશી મહિલા સામે ગુનો નોંધવાની કવાયત તેજ બનાવી હતી. તેમજ તેના રિમાન્ડ મેળવવાની કવાયત શરુ કરી હતી. મહિલા ડ્રગ્સનો જથ્થો લઈને મુંબઈ જઈ રહી હોવાનું ખુલ્યું હતું. મહિલા સાથે કોણ-કોણ સંડોવેયાલુ છે અને આ ડ્રગ્સ કોની પાસેથી લઈને કોને આપવા જઈ રહી તે સહિતના મુદ્દાઓની પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરુ કરી હતી.

વાપી જીઆઈડીસીમાં  180 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું

અગાઉ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર અમલમાં છે. દારૂ-ડ્રગ્સ ઉપરાંત અફીણ-ગાંજાનો ધૂમ વેચાણ થઇ રહ્યુ જેથી યુવા પેઢી નશાનો શિકાર બની રહી છે. હપ્તારાજને કારણે માફિયા-બુટલેગરોને જાણે ખુલ્લોદોર મળ્યો છે. આ પરિસ્થિતી એટલી હદે કથળી છેકે, ગુજરાત આજે ઉડતા ગુજરાતમાં પરિવર્તિત થઇ રહ્યુ છે. વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. DRI એ મોટી કાર્યવાહી કરી છે. પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. ડી આર આઈ એ કંપની માંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. જેની કિંમત 180 કરોડથી વધારે છે. એક આરોપીના ત્યાંથી 18 લાખ રોકડા પણ મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વિદેશી મહિલા પાસેથી 4.50 કરોડનું ડ્રગ્સ કર્યું કબજે


આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો