plane crash in nepal/ નેપાળમાં વિમાન ક્રેશમાં અત્યાર સુધી 32 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, મૃત્યુઆંક વધવાની સંભાવના

કાઠમંડુથી નેપાળના પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું ATR-72 વિમાન રવિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું હતું.

Top Stories World
plane crash in nepal

plane crash in nepal:  કાઠમંડુથી નેપાળના પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું ATR-72 વિમાન રવિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 32 મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે.  યતિ એરલાઇન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું હતું કે જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા ATR-72 એરક્રાફ્ટમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. નેપાળ સરકારે અકસ્માતને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યતિ એરલાઇન્સના 72 સીટર ATR-72 વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ વિમાનમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર હતા, એટલે કે કુલ 72 લોકો હતા. મળતી માહિતી મુજબ, પ્લેન પોખરા પહોંચ્યું હતું ત્યારે પહાડી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ઉલ્લેખનીય છે કે નેપાળી મીડિયા અનુસાર, આ ઘટના જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે બની હતી. આ મુજબ યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું છે કે વિમાનમાં 68 મુસાફરો હતા. આ સાથે એવી માહિતી પણ મળી રહી છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની છે. વિમાન પહાડી સાથે અથડાયા બાદ ક્રેશ થયું અને નદીમાં પડ્યું હતું

delhi visit/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા દિલ્હી જશે