- ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જશે
- બીજેપીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં લેશે ભાગ
- બે દિવસ સુધી યોજાશે કારોબારી બેઠક
- 16 જાન્યુ, થી દિલ્હીમાં બે દિવસ માટે યોજાશે બેઠક
- 17 જાન્યુ.એ MLA,MP,પદાધિકારીઓ, પ્રજાજનોને નહિ મળે
CM Bhupendra Patel will go to Delhi : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જશે.ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ લેશે. આ રાષ્ટ્રીય કારોબારી બેઠક બે દિવસ સુધી ચાલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સોમવાર 16 જાન્યુઆરીથી દિલ્હીમાં બે દિવસ માટે યોજાનારી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સહભાગી થવા નવી દિલ્હીની મુલાકાતે જશે.નોંધનીય છે કે મુખ્યમંત્રી આ બે દિવસો દરમિયાન એટલે કે,સોમવાર,16 જાન્યુઆરી અને મંગળવારે 17 જાન્યુઆરીએ ધારાસભ્યો,સાંસદશ્રીઓ, પદાધિકારીઓ કે પ્રજાજનોને ગાંધીનગરમાં મળી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે (CM Bhupendra Patel will go to Delhi) વિધાનસભા ચૂંટણીની સાથે ભાજપે 2024ની સામાન્ય ચૂંટણી માટે પણ રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. તેની બ્લુ પ્રિન્ટ પણ 16 અને 17 જાન્યુઆરીએ બહાર આવશે. ભાજપ આગામી 2 દિવસમાં વિધાનસભા અને સામાન્ય ચૂંટણીને લઈને મોટો નિર્ણય લેવા જઈ રહી છે. 16 અને 17 જાન્યુઆરીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની મહત્વની બેઠક યોજાશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંબોધન કરશે અને આ ભાષણમાં જ 2024ની બ્લૂ પ્રિન્ટની ઝલક જોવા મળશે.
ભાજપના (CM Bhupendra Patel will go to Delhi) વરિષ્ઠ નેતાઓ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મુખ્યમંત્રીના ચહેરા અને 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એજન્ડા અંગે પણ ચર્ચા કરશે. મળતી માહિતી મુજબ, આ બેઠક 16 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યાથી દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. મીટિંગ પહેલા એટલે કે બપોરે 3 વાગ્યે પીએમ મોદીનો રોડ શો દિલ્હીના પટેલ ચોકથી શરૂ થશે, જે કન્વેન્શન સેન્ટર પર સમાપ્ત થશે.