દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે, રોંજિદા પેટ્રોલ-ડિઝલ અને સીએનજીના ભાવમાં વધારો થાય છે. આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી પરતું સીએનજીમાં વધારો કરવામાં આવ્યો છે જેના લીધે જનતાને ગુરુવારે ફરી એકવાર મોંઘવારીનો આંચકો લાગ્યો છે. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે. આજે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.5 રૂપિયાનો વધારો થયો છે. એક સપ્તાહમાં અત્યાર સુધીમાં CNG પર 9.10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આગલા દિવસે પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.50નો વધારો કરવામાં આવ્યો હતો. આજે 2.5 રૂપિયાના વધારા બાદ દિલ્હીમાં CNGની કિંમત 69.11 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં તે 71.67 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
યુપીના મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં સીએનજી 76.34 રૂપિયામાં વેચાઈ રહી છે. ગુરુગ્રામમાં CNGની કિંમત આજે 77.44 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તે જ સમયે, રેવાડીમાં આજે CNG 79.57 રૂપિયામાં ઉપલબ્ધ છે.
તે જ સમયે, કરનાલ અને કૈથલમાં આજથી સીએનજી 77.77 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઈ રહી છે. કાનપુર, હમીરપુર અને ફતેહપુરની વાત કરીએ તો અહીં 3 રૂપિયાના વધારા બાદ CNG રેટ 80.90 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. રાજસ્થાનના અજમેર, પાલી અને રાજસમંદમાં સીએનજીનો ભાવ 79.38 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
જો કે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલમાં લોકોને રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. ખબર છે કે છેલ્લા 17 દિવસમાં પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. કેટલાય દિવસોથી 80 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળી રહ્યો છે.
