Breaking News/ નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધનના કન્વીનર બનવાનો કર્યો ઈન્કાર

ઇન્ડિયા ગઠબંધનની બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ બેઠકમાં નીતિશ કુમારને કન્વીનર બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો કે નીતીશ કુમારે કન્વીનર બનવાનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે તેમને કોઈપણ પદમાં રસ નથી.

Top Stories India

ઇન્ડિયા ગઠબંધનની બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બેઠકમાં નીતિશ કુમારને કન્વીનર બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પરંતુ નીતિશ કુમારે કન્વીનર બનવાનો ઈન્કાર કરી દીધો હતો. નીતિશ કુમારે કહ્યું કે કન્વીનર કોંગ્રેસમાંથી જ હોવો જોઈએ. ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં 10 પાર્ટીઓએ ભાગ લીધો હતો.

નીતિશ કુમારે શું કહ્યું?

નીતિશે કહ્યું કે મને કોઈ પદમાં રસ નથી. કન્વીનર કોંગ્રેસના જ હોવા જોઈએ. નીતિશના ઈનકાર બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ કન્વીનર બનવા માટે ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે આજે INDI એલાયન્સની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકની તસવીરો પણ સામે આવી છે, જેમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને NCP સુપ્રીમો શરદ પવાર અને અન્ય નેતાઓ જોવા મળી રહ્યા છે.

અહેવાલો અનુસાર આ બેઠકમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પણ હાજર છે. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર છે. જણાવી દઈએ કે બેઠકના એજન્ડા વિશે માહિતી આપતા કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું