Not Set/ મુંબઈ : ૨૦ વર્ષીય મોડેલની હત્યા, સુટકેસમાંથી મળી આવી લાશ

મુંબઈ સોમવારે મુંબઈમાં મલાડ વિસ્તારમાં ૨૦ વર્ષની માનસી દીક્ષિતની ડેડ બોડી એક બેગમાં વિકૃત હાલતમાં મળી આવી હતી. https://www.instagram.com/p/BlFRScMArb7/?taken-by=mansi_dixit3 પોલિસને આ બેગ મળી આવી હતી જેમાં માનસીનો મૃતદેહ હતો. પોલીસે આ મામલે ૨૦ વર્ષીય વિદ્યાર્થી મુજમ્મિલ ઈબ્રાહીમ સઇદ ની ધરપકડ કરી છે. આરોપી હૈદરાબાદમાં ભણે છે જે મુંબઈ આવ્યો હતો.   https://www.instagram.com/p/BkFw8XIAl_c/?taken-by=mansi_dixit3 https://www.instagram.com/p/BkW2VbVg_mr/?taken-by=mansi_dixit3   મૃતક માનસી […]

Top Stories India Trending Entertainment

મુંબઈ

સોમવારે મુંબઈમાં મલાડ વિસ્તારમાં ૨૦ વર્ષની માનસી દીક્ષિતની ડેડ બોડી એક બેગમાં વિકૃત હાલતમાં મળી આવી હતી.

https://www.instagram.com/p/BlFRScMArb7/?taken-by=mansi_dixit3

પોલિસને આ બેગ મળી આવી હતી જેમાં માનસીનો મૃતદેહ હતો. પોલીસે આ મામલે ૨૦ વર્ષીય વિદ્યાર્થી મુજમ્મિલ ઈબ્રાહીમ સઇદ ની ધરપકડ કરી છે. આરોપી હૈદરાબાદમાં ભણે છે જે મુંબઈ આવ્યો હતો.

 

https://www.instagram.com/p/BkFw8XIAl_c/?taken-by=mansi_dixit3

https://www.instagram.com/p/BkW2VbVg_mr/?taken-by=mansi_dixit3

 

મૃતક માનસી રાજસ્થાનની રહેવાસી છે. વધુ તપાસ માટે પોલીસે કાર્યવાહી ચાલુ કરી દીધી છે.

મૃતક માનસી અને આરોપીની મુલાકાત સોશિયલ મીડિયામાં થઇ હતી. રવિવારે આ બને જણા અંધેરી વિસ્તારમાં એક ફ્લેટમાં મળ્યા હતા જ્યાં તે બંને વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થઇ ગયો હતો. આ દરમ્યાન આરોપીએ ધારદાર હથિયારથી માનસી પર હુમલો કર્યો જેને લીધે તેનું મોત થયું હતું.

https://www.instagram.com/p/BhUCSx2AtNM/?taken-by=mansi_dixit3

હત્યા કર્યા બાદ માનસીનો મૃતદેહ તેણે  સુટકેસમાં પેક કરી દીધો હતો. આરોપીએ એક કેબ બુક કરી અને સુટકેસને ઝાડીઓમાં ફેંકીને ત્યાંથી ચાલ્યો ગયો હતો.મુઝમ્મિલે અંધેરીથી એરપોર્ટ જવા માટે ઓલા બુક કરી હતી.જો કે તે એરપોર્ટ જવાને બદલે મલાડ જ ઉતરી ગયો હતો અને ઓલાના ડ્રાઇવરને એવું કહ્યું કે હવે તે રીક્ષા પકડી લેશે.મુઝમ્મિલની આ હરકતે કેબના ડ્રાઇવરને શંકા ઉપજાવી હતી.

કેબનો ડ્રાઇવર એ જ રૂટ પર પાછો ફરતા તેણે ઝાડીમાં સુટકેસ પડેલી જોઇ હતી.કેબના ડ્રાઈવરને શક જતા તેણે પોલીસને ફોન કરીને આખી  ઘટના જણાવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળ પર પહોચી  જ્યાં આરોપીએ સુટકેસ ફેંકી હતી. મૃતક માનસીના ગળા પર દોરી બાંધેલી હતી.પોલિસે એ પછી મુઝમ્મિલની શોધખોળ ચાલુ કરી હતી.

પોલિસે મલાડ અને તેની આજુબાજુના વિસ્તારોના સીસીટીવી  ચેક કરીને જે રીક્ષામાં બેસીને મુઝમ્મિલ પહોંચ્યો હતો તેને શોધવા પ્રયત્ન કર્યો હતો.આખરે રીક્ષા ઓળખાઇ જતાં પોલિસ મુઝમ્મિલ સુધી પહોંચી હતી અને તેની ધરપકડ કરી હતી.

ત્યારબાદ પોલીસે સીસીટીવી કેમરાની મદદથી આરોપીને શોધી લીધો અને તેની ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસ સામે પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો.પોલિસે  મુઝમ્મિલને કોર્ટ સમક્ષ રજુ કરીને રિમાન્ડ માંગ્યા છે.