Not Set/ પ્રેમીકા માટે 40 બાઇક ચોર્યા પછી પ્રેમીની હાલત કેવી થઇ ગઇ એ જાણવા જેવું છે

ઉદયપુર  રાજસ્થાનમાં ઉદયપુર શહેરમાં એક પ્રેમીને પ્રેમ  કરવાની ઘણી મોટી રકમ ચૂકવવી પડી હતી.પ્રેમમાં પાગલ આ યુવાને પોતાની પ્રેમીકા  સાથે રહેવા માટે ૫૦ જેટલી બાઈક ચોરી કરી અને પછી તેને વેચી દીધી.ચોંકાવનારી બાબત એ છે કે જેના માટે આ બધું કર્યું તે પ્રેમિકા કોઈક બીજા સાથે ભાગી ગઈ. ૨૨ વર્ષીય રમેશને ૧ વર્ષ પહેલા એક […]

India

ઉદયપુર 

રાજસ્થાનમાં ઉદયપુર શહેરમાં એક પ્રેમીને પ્રેમ  કરવાની ઘણી મોટી રકમ ચૂકવવી પડી હતી.પ્રેમમાં પાગલ આ યુવાને પોતાની પ્રેમીકા  સાથે રહેવા માટે ૫૦ જેટલી બાઈક ચોરી કરી અને પછી તેને વેચી દીધી.ચોંકાવનારી બાબત એ છે કે જેના માટે આ બધું કર્યું તે પ્રેમિકા કોઈક બીજા સાથે ભાગી ગઈ.

૨૨ વર્ષીય રમેશને ૧ વર્ષ પહેલા એક યુવતી સાથે મુલાકાત થઇ અને  થોડા સમયમાં તે બંને એક બીજાના પ્રેમમાં પડી ગયા.ત્યારબાદ બંને ઘરેથી ભાગી ગયા અને સાથે રહેવા લાગ્યા.સાથે રહેતા હોવાની જાણ પ્રેમિકાના ઘરે થતા તેના પરિવારે ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરી. આ પ્રકારનું કૃત્ય કરવા બદલ પંચાયતે રમેશ પર ૪૦,૦૦૦નો દંડ લગાવ્યો. આટલા બધા પૈસા રમેશ પાસે  ન હોવાથી તેણે ૨ વ્યક્તિ (થાવર અને પ્રેમચંદ)ની મદદ થી બાઈક ચોરવાનું  ચાલુ કર્યું.૫૦ જેટલી બાઈક ચોરી અને તે વેચી દીધી.

પોલીસે રમેશ અને તેના સાથીઓને ઝડપી પાડ્યા છે.હાલ પોલીસને રમેશ પાસેથી ૧૩ જેટલી બાઈક મળી છે.

પોલીસની પૂછપરછ દરમ્યાન રમેશે પોતાની વાત રજુ કરી.

હિરણમાગરી પોલીસ સ્ટેશનના અધિકારી સંજીવ સ્વામીએ ઉમેર્યું હતું કે રમેશ પોતે પંચાયતે કરેલો દંડ ભરી શકે તે માટે તેણે બાઈક ચોરી કરવાનું ચાલુ કર્યું હતું.બાઈકનું લોક તોડવા માટે તે માસ્ટર કીનો ઉપયોગ કરતો.રમેશ અને થાવર બાઈક ચોરતા અને તેમનો ત્રીજો સાથી પ્રેમચંદ બાઈકના પાર્ટ અલગ કરી તેને વેચી આવતો.