Not Set/ દેશભરમાં પદ્માવત ફિલ્મ થશે રિલીઝ, રાજસ્થાન-MP સરકારની પીટીશન SCએ કરી રદ્દ

દિલ્લી. બહુચર્ચિત ફિલ્મ પદ્માવતના રિલીઝને લઇ નિર્દેશક સંજયલીલા ભંસાલી અને પૂરી ટીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને મધ્યપ્રદેશ દ્વારા આ ફિલ્મના રિલીઝ થવા પર રોક લગાવવા માટે કરવામાં આવેલી પીટીશનને રદ્દ કરી નાખી છે. આ અંગે જણાવતા કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, તમામ રાજ્યોએ દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણયનું સન્માન કરવું જોઈએ […]

Top Stories

દિલ્લી.

બહુચર્ચિત ફિલ્મ પદ્માવતના રિલીઝને લઇ નિર્દેશક સંજયલીલા ભંસાલી અને પૂરી ટીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને મધ્યપ્રદેશ દ્વારા આ ફિલ્મના રિલીઝ થવા પર રોક લગાવવા માટે કરવામાં આવેલી પીટીશનને રદ્દ કરી નાખી છે. આ અંગે જણાવતા કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, તમામ રાજ્યોએ દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને આ આદેશનું પાલન કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે.

કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, હિંસક તત્વોને પ્રોત્સાહન આપી શકતા નથી, રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા સંભાળવી પડશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે દેશભરમાં આ ફિલ્મ પહેલા દ્વારા નિશ્ચિત કરવામાં આવેલી ૨૫ જાન્યુઆરીના રોજ જ રિલીઝ થશે. બુજી બાજુ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કલ્વીએ જણાવ્યું કે, અમે અમારી વાતને હવે લોક અદાલતમાં રજૂ કરીશું.

ઉલ્લેખનીય છે કે, સોમવારે થયેલી સુનવણી દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકાર તરફથી એડિશનલ સોલિસિટર તુષાર મહેતાએ આ વાત રજુ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાને જોતા આ ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મુકવો જોઈએ. ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીની પીટીશન કરતા ફટકાર લગાવી હતી . ત્રણ જજોની બેન્ચે કહ્યું કે, રાજ્યો કોઈ પણ મતલબ વગરની સમસ્યાઉભી કરી રહ્યા છે અને આ માટે તેઓ જ જવાબદાર છે. રાજ્યોની જવાબદારી છે કે, તેઓ પોતાના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવે.