Not Set/ પોલીસે ત્રણ એવા બદમાશોને પકડ્યા જે સુતા લોકોને બનાવતા પોતાનો શિકાર અને…

સુરત, સુરત મહિધરપુરા પોલીસે પકડેલા ત્રણ આરોપીઓ એક અલગ જ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતા હતા. આ ત્રણેય શખ્સો ઉત્તરપ્રદેશના મેરઠથી ટ્રેનમાં બેસીને આવતા હતા અને રાત્રીના સમયે જ્યારે અન્ય મુસાફરો સુઈ જાય તે સમયે તેમના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કરી લઈને સુરત ઉતરી જતા અને પરત ફરતી ટ્રેનમાં તેઓ મેરઠ જતા રહેતા હતા. પોલીસે આ […]

Top Stories Gujarat Surat

સુરત,

સુરત મહિધરપુરા પોલીસે પકડેલા ત્રણ આરોપીઓ એક અલગ જ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતા હતા. આ ત્રણેય શખ્સો ઉત્તરપ્રદેશના મેરઠથી ટ્રેનમાં બેસીને આવતા હતા અને રાત્રીના સમયે જ્યારે અન્ય મુસાફરો સુઈ જાય તે સમયે તેમના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કરી લઈને સુરત ઉતરી જતા અને પરત ફરતી ટ્રેનમાં તેઓ મેરઠ જતા રહેતા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી 8 મોબાઇલ અને 49 હજાર રોકડા કબ્જે કર્યા છે.

હાલ પોલીસે આ ત્રણેય આરોપીની સુરતના રાજમાર્ગ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે પોલીસે આ આરોપીઓના રિમાન્ડની માંગણી કરી વધુ મોબાઇલ ચોરીના ગુનાઓ ઉકેલવાની કોશિશ કરી રહી છે.

ત્યારે પોલીસ આ આરોપીઓ કેટલા સમયથી આ પ્રકારે ચોરી કરતા હતા કેટલા મોબાઇલની ચોરી કરવામાં આવી છે, આ ચોરેલા મોબાઈલ ક્યાં વેચતા હતાં તે અંગે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. ઝડપેલા આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસ વધુ તપાસ હાથ ધરશે.