પરભાની,મહારાષ્ટ્ર
હાલ દેશમાં #MeToo અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.મહારાષ્ટ્રના પરભાની જીલ્લામાં એક યુવકે આત્મહત્યા કરી છે. યુવકના સ્યુસાઇડનું કારણ પણ ચોંકાવનારૂ છે.યુવકે એક યુવતીની સતત સેક્સની માંગણીથી કંટાળીને આત્મહત્યા કરી છે.
મુંબઇથી 500 કિલોમીટર દુર આવેલાં પરભાની જીલ્લામાં 38 વર્ષના સચિન મતિકારી નામના યુવકે તેના ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે.પોલિસને આત્મહત્યાના સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી છે જેમાં લખ્યું છે કે તે જે મહિલા સાથે સંબંધમાં હતો તે તેની સાથે સેક્સની માંગણી કર્યા કરતી હતી અને જો તેની માંગણી ના સંતોષાય તો તે પોલિસ કેસ કરવાની ધમકીઓ આપતી હતી.
સચિન મિતકારી પરભાનીમાં એક હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને અહીં જ યુવતી પણ નોકરી કરતી હતી.સાથે નોકરી કરતાં બંને જણની આંખ મળી હતી.જો કે યુવતીએ સચિન સાથે સતત સેક્સની માંગણી કરતાં તેણે સંબંધો તોડવાની શરૂઆત કરી હતી.જો કે રીલેશનશીપમાં બ્રેકઅપ થવાને કારણે ધુંધવાયેલી યુવતીએ સચિનને પોલિસ કેસમાં ફીટ કરી દેવાની ધમકીઓ આપી હતી.
યુવતીની ધમકીઓથી કંટાળીને સચિને તેના જ ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.આત્મહત્યા બાદ પોલિસે યુવતી વિરૂધ્ધ આત્મહત્યા માટે દુષ્રેરણા આપવાનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
