New Delhi News/ IT વિભાગની ચેરિટેબલ ટ્રસ્ટો પર કાર્યવાહી,નોટિસો ઈશ્યુ

આવકવેરા વિભાગે (It Department)ચેરિટેબલ ટ્રસ્ટો, વેપાર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પર કડક નજર રાખતા હજારો નોટિસો જારી કરી છે

Top Stories India
આવકવેરા વિભાગ(It Department) દ્વારા દર વર્ષે તેમની માન્યતા આપવામાં આવી હોય, તો આવી સ્થિર પરિસ્થિતિને અચાનક પડકારવી યોગ્ય નથી

New Delhi News : આવકવેરા વિભાગે (It Department)ચેરિટેબલ ટ્રસ્ટો, વેપાર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પર કડક નજર રાખતા હજારો નોટિસો જારી કરી છે. આ નોટિસોમાં ખાસ કરીને એ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે કેટલીક આવકના સ્ત્રોતો ખરેખર આવકવેરા કાયદા, 1961 હેઠળ કર મુક્તિ માટે પાત્ર છે કે નહીં.

આ કાર્યવાહી ત્યારે શરૂ થઈ જ્યારે સંસ્થાઓએ તેમની કર મુક્તિ માટેની નોંધણી અથવા તેનું નવીકરણ કરવા અરજી કરી હતી. આવકવેરા કાયદાની કલમ 12A હેઠળ નોંધણી મળવાથી સંસ્થાઓને તેમની આવક પર કર મુક્તિ મળે છે, જ્યારે કલમ 80G હેઠળ મંજૂરી મળવાથી દાતાઓને કરમાં રાહત મળે છે.

આવકવેરા વિભાગે (It Department)કેટલીક આવકને ‘વાણિજ્યિક પ્રવૃત્તિ’ તરીકે ગણાવી છે

સૂત્રોના જણાવ્યા મુજબ, આવકવેરા વિભાગે (It Department)કેટલીક આવકને ‘વાણિજ્યિક પ્રવૃત્તિ’ તરીકે ગણાવી છે, જે કલમ 2(15)ના નિયમોનું ઉલ્લંઘન ગણાઈ શકે છે. આ કલમ ધર્માદા હેતુની વ્યાખ્યા કરે છે અને સંસ્થાઓને વ્યાપારી પ્રવૃત્તિઓ કરતા રોકે છે.

વિશેષજ્ઞોના મતે, જો સંસ્થાઓ લાંબા સમયથી તેમના મૂળ ધર્માદા હેતુ સાથે કાર્યરત હોય અને તેઓ કલમ 11 હેઠળ સતત કર મુક્તિનો લાભ લઈ રહી હોય, તેમજ આવકવેરા વિભાગ(It Department) દ્વારા દર વર્ષે તેમની માન્યતા આપવામાં આવી હોય, તો આવી સ્થિર પરિસ્થિતિને અચાનક પડકારવી યોગ્ય નથી.

આ સમગ્ર મામલો હવે ચેરિટેબલ સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે, કારણ કે આવકના સ્ત્રોતોની યોગ્યતા અને તેમની પ્રવૃત્તિઓના સ્વરૂપ અંગે વધુ તપાસ થવાની શક્યતા છે.


આ પણ વાંચો : લાખો કરધારકો માટે મોટા સમાચાર, આ વખતના બજેટમાં ઈન્કમટેક્ષમાં કોઈ છૂટ નહીં

આ પણ વાંચો : લાખો કરધારકો માટે મોટા સમાચાર, ઇન્કમ ટેક્ષમાં કોઈ રાહત નહી, ઈન્કમટેક્ષ સ્લેબમાં કોઈ બદલાવ નહી, આ વખતના બજેટમાં ઈન્કમટેક્ષમાં કોઈ છૂટ નહીં

આ પણ વાંચો : મોરબીમાં બે સિરામિક એકમો પર ઈન્કમટેક્ષના દરોડા, બેનામી વ્યવહારો ઝડપાયા