અમદાવાદ/ દિવાળીમાં વધારે ઉત્સાહ બની શકે છે જોખમી

દિવાળીના પાંચ દિવસ દરમિયાન લોકો ઉજવણીમાં મસ્ત હોય છે.આવા સમયે ફટાકડા ફોડવા,ફરવા જવું,તેમજ ખાવા પીવામાં લોકો મસ્ત રહેતા હોય છે.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 08T172716.053 દિવાળીમાં વધારે ઉત્સાહ બની શકે છે જોખમી

@મેહુલ દુધરેજીયા  

  • ગણતરીના દિવસોમાં ચાલુ થશે દિવાળીનો તહેવાર
  • ઇમરજન્સી કોલ અને કેસોમાં થાય 22% જેટલો વધારો
  • 108 પોતાની એમ્બ્યુલન્સ સેવામાં રહેશે ખડેપગે

Ahmedabad News: રાજ્યમાં દિવાળી દરમિયાન ઇમરજન્સી કેસમાં પણ વધારો થતો હોય છે.સામાન્ય દિવસો કરતા ઇમરજન્સી કોલ અને કેસોમાં 9 થી. 22 ટકા જેટલો વધારો થાય છે. આ દિવસો દરમિયાન 108 પોતાની એમ્બ્યુલન્સ સેવામાં અને સટાફમાં ખડેપગે રહેશે.લોકોને દિવાળીમાં તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

વર્ષ       દિવાળી       નવું વર્ષ    ભાઈબીજ

2018     3163          3902        3698

2019     3995         4960        4672

2020     3521         3658        3900

2021     3581         4307        3868

2022    3827         4288        4214

દિવાળીના પાંચ દિવસ દરમિયાન લોકો ઉજવણીમાં મસ્ત હોય છે.આવા સમયે ફટાકડા ફોડવા,ફરવા જવું,તેમજ ખાવા પીવામાં લોકો મસ્ત રહેતા હોય છે.દિવાળીમાં ફટાકડા ફોડતા આગના બનાવો સાથે સાથે ઈજાઓ થવી,તબિયત બગાડવી જેવા ઇમરજન્સી કોલ 108 એમ્બ્યુલન્સને મળતા હોય છે. જેને લઈને 108 ઇમરજન્સી સેવાઓ માટેનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.આ વર્ષે ત્રણ દિવસ દરમિયાન 22ટકા ઇમરજન્સી કોલમ વધારો થવાની શક્યતા છે.

108 ઇમરજન્સી સેવા COO જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દિવાળીની સીઝનમાં ઈમરજન્સી કોલ માં વધારો થાય છે. પાછલા વર્ષના વલણના આધારે આ વર્ષે દિવાળીના દિવસે 9.06 ટકા, નવું વર્ષ 23.30 ટકા અને ભાઈબીજ 22.24 ટકા કેસોમાં વધારો થઈ શકે છે. સંભવિત ઇમરજન્સીના કેસની સંખ્યા દિવાળીના દિવસે 4320 નવા વર્ષના દિવસે 4884 અને ભાઈબીજના દિવસે 4842 વધી શકે છે. આ સાથે લોકો જ્યારે તહેવારની ઉજવણી કરે ત્યારે ફટાકડા ફોડતા સમયે પણ તકેદારી રાખે તેવી સલાહ આપવામાં આવી છે.હૃદય સંબન્ધિત બીમારીઓ માટે ખાવાપીવામાં પણ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

કેસો વધવાની સંભાવનાને પગલે મહત્વના સ્થળો પર એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કે રીલોકેટ કરીને કટોકટીની સ્થિતિમાં તરત જ મદદ માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. કોલ સેન્ટર રિસ્પોન્સ ઓફિસર સાથે તમામ પાયલોટ અને EMT તૈયાર છે અને દિવાળી દરમિયાન કટોકટીમાં અપેક્ષિત ઇમર્જન્સી કેસના વધારે પ્રતિસાદ આપવા માટે તૈયાર છે.


whatsapp ad White Font big size 2 4 દિવાળીમાં વધારે ઉત્સાહ બની શકે છે જોખમી


આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો