Not Set/ રાજકોટ: તબીબ પરિણીતાએ કર્યો આપઘાત, કારણ અકબંધ

રાજકોટ, રાજકોટમાં મહિલા તબીબ અને બ્યુટીશીયના આપઘાત કરવાથી ચકચાર મચી ગઈ. 27 વર્ષની પૂજા બેડિયા નામની મહિલાએ જાનકી પાર્કમાં મકાનમાં ઝેરી દવા પી જઈ જીવન ટુંકાવી દીધું. કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની જાણ હજુ સુધી થઇ નથી. હાલ માલવીયાનગર પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ શહેરનાં કાલાવડ રોડ […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટમાં મહિલા તબીબ અને બ્યુટીશીયના આપઘાત કરવાથી ચકચાર મચી ગઈ. 27 વર્ષની પૂજા બેડિયા નામની મહિલાએ જાનકી પાર્કમાં મકાનમાં ઝેરી દવા પી જઈ જીવન ટુંકાવી દીધું. કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની જાણ હજુ સુધી થઇ નથી. હાલ માલવીયાનગર પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ શહેરનાં કાલાવડ રોડ પર આવેલા બીગબજાર પાછળ જગન્નાથ પ્લોટમાં રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટમાં પૂજા તેના પતિ સાથે રહેતી હતી. ગઇકાલે જાનકી પાર્કમાં રહેતા પિતા જીતુભાઈ પટેલના ઘેર આવ્યા હતા.સોમવારે વહેલી સવારે તે મહિલા બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવતા ઘટનાની હકીકત બહાર આવી હતી.

સારવાર માટે તેને કુવાડવા રોડ પરથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પૂજાના જમણા હાથમાં ઈન્જેકશનના નિશાન જોવા મળ્યાં હતા. મહિલા તબીબે માનસિક રીતે ભાંગી પડતા આપઘાત કર્યો હોવાનું હાલ પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડીને આગળની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.