Surat News: સુરત (Surat) સર્કિટ હાઉસના વિવાદ મામલે મંતવ્ય ન્યુઝના અહેવાલની ધારદાર અસર પડી છે. PM મોદી(PM Narendra Modi)ના રોકાણ પહેલાં તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત સર્કિટ હાઉસ સતત વિવાદમાં રહેતા હવે સર્કિટ હાઉસની છબિ સુધારવા કવાયત કરવામાં આવી રહી છે.
અંધેર વહીવટનું વધુ એક ઉદાહરણ સુરત(Surat)માં જોવા મળ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા(Shankarsinh Vaghela)ને કલાકો સુધી તડપાવ્યા હોવાનું બહાર આવતા અંદરોઅંદર સર્વિસ કરનાર નોકરની બદલી કરી દેવાની માગ ઉઠી હતી. પૂર્વ મુખ્યમંત્રીને એક કપ ચાનો કડવો અનુભવ થયો હતો. ત્યારે ચા મુદ્દે પૂર્વ CM શંકરસિંહ વાઘેલાને ઉડાઉ જવાબ અપાયો હતો.
સુરત શહેરમાં લક્ઝુરિયસ સર્કિટ હાઉસ(Cicuit house)માં રામભરોસે કારભાર ચાલી રહ્યો હોવાનો પૂર્વ મુખ્યમંત્રીને કદાચ આજીવન યાદ રહી જાય તેવો અનુભવ થયો હતો. રાષ્ટ્રપતિથી લઈને મુખ્યમંત્રી જે સરકારી આવાસ સર્કિટ હાઉસમાં રોકાણ કરે છે તેનો ખરાબ અનુભવ મંત્રીને થતાં રેઢિયાર કામગીરી સામે આવી હતી. 6 ફેબ્રુઆરીએ પૂર્વ સી.એમ. સુરત એક કાર્યક્રમમાં આવ્યા હતા, સર્કિટ હાઉસમાં તેમને ચોથા માળે દમણગંગામાં રૂમ ફાળવાયો હતો. સવારે 8 વાગ્યે તેમણે ચાનો ઓર્ડર આપ્યો હતો.

કલાક થઈ જતા ચા ન આવતા તેમણે સ્વયં રસોડામાં જઈને પૂછપરછ કરી હતી. છેલ્લે એક કલાક બાદ તેમને ચા મળતાં કાર્યક્રમમાં જવાનું પણ મોડું થઈ ગયું હતું. અંદરના સૂત્રોનું કહેવું છે કે મંત્રીને કડવો અનુભવ થયા બાદ તાત્કાલિક મેનેજરની બદલી કરી દેવી જોઈએ. કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી નોકરીમાં લાલિયાવાડી સામે આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ઉડાઉ જવાબ આપનારા સર્કિટ હાઉસના કર્મીને પાણીચું પકડાવવામાં આવ્યું છે. જયારે સર્કિટ હાઉસના મેનેજરને બચાવાનો પણ પ્રયાસ કરાયો છે. કોન્ટ્રાક્ટર મયંક અગ્રવાલનું ટેન્ડર નવેસરથી ઈશ્યૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ટેન્ડર લંબાવવાને બદલે નવેસરથી જ ઈશ્યૂ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સર્કિટ હાઉસના મેનેજર જિગ્નેશ પટેલનો મનસ્વી કારભારને લઈ તંત્રના અધિકારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. મેનેજર સામે કાર્યવાહી માટે બ્રહ્મમુહૂર્તની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો:એક કપ ચા માટે કલાક રાહ જોવી પડી પૂર્વ મુખ્યમંત્રીને! વૈભવી સર્કિટ હાઉસ અને રેઢિયાળ કામગીરી
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ, આજે બપોરે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભોજન સમારોહ, વડાપ્રધાન મોદી લેશે
