Panchmahal News : પંચમહાલના હાલોલમાં ટાસ્ક ફોર્સે વધુ એકવાર દરોડા પાડ્યા છે. જેમાં ટાસ્ક ફોર્સ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના એકમોમાં દરોડા પાડવામાં આવ્યા છે. ટાસ્ક ફોર્સ દ્વારા 20 જેટલા એકમોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ઓછા માઇક્રોનની બેગ બનાવાતા 8 એકમોની ચકાસણી કરવામાં આવી હતી.
જેને પગલે નિયમોનો ભંગ કરતા કેટલાક એકમોને સીઝ કરવામાં આવ્યા હતા. જેમાં કેટલીક ફેક્ટરીઓ ઓછા માઇક્રોનના ઝભલા બનાવી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તપાસમાં હાલોલમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ઝભલા બનાવતી ફેક્ટરીઓ હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ
આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ
