Rajkot News/ સ્વરૂપાનંદ શંકર ભગવાન, ગોપાલાનંદ શ્રીકૃષ્ણ:સ્વામિ.સંપ્રદાય ફરી વિવાદમાં, રાજકોટના JAPS મંદિરના પોસ્ટરમાં શ્રીજી મહારાજના શિષ્યોને ભગવાનના અવતાર ગણાવ્યા

સ્વામીઓને પૂર્વ જન્મમાં શંકર, કૃષ્ણ અને હનુમાનજીના અવતાર ગણાવાયા

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. શહેરના રૈયા રોડ પરના જાગાસ્વામી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં તમામ સ્વામીઓનાં નામ તેમજ તેઓ પહેલાં કયા અવતારમાં હતા એ લિસ્ટ સાથેનું બેનર વાઇરલ થયું હતું, જેમાં શ્રીજી મહારાજના તમામ શિષ્યને ભગવાનના વિવિધ અવતારોમાં દર્શાવવામાં આવ્યા છે, જોકે આ પ્રકારનું બેનર વાઇરલ થયા બાદ મંદિરના સંચાલકો દ્વારા તરત એને હટાવી દેવામાં આવ્યું અને એવો બચાવ કરવામાં આવ્યો કે છેલ્લા 1 વર્ષના સંચાલનમાં આ પ્રકારનુ બેનર ક્યારેય જોયુ નથી. અગાઉ કોઈએ આ પ્રકારનું બેનર લગાવ્યું હોય તો ખબર નથી.

રાજકોટના રૈયા રોડ પર આવેલું જાગાસ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના નામનું એક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે, જેમાં શ્રીજી મહારાજના 52 શિષ્ય પહેલાં કોણ હતા તેમના અવતારનાં નામ લખવામાં આવ્યાં છે, જેમાં કૃષ્ણ. શંકર, વિષ્ણુ ભગવાનનાં નામનો ઉલ્લેખ કરાયો છે.

શ્રીજી મહારાજના શિષ્ય અવતાર (પહેલાં કોણ હતા?)
ગોપાલાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ભગવાન
મુક્તાનંદ સ્વામી નારદજી
નિત્યાનંદ સ્વામી વ્યાસજી
શુકમુનિ શુકદેવજી
ગુણાતિતાનંદ સ્વામી અક્ષરધામ
બ્રહાનંદ સ્વામી બૃહસ્પતિ
મુળજી બ્રહ્મચારી હનુમાન
ચૈતન્યાનંદ સ્વામી દત્તાત્રેય
પૂર્ણાનંદ સ્વામી પ્રિયવ્રત
નિષ્કુળાનંદ સ્વામી ભરતજી
સ્વરૂપાનંદ સ્વામી શંકર ભગવાન
કૃપાનંદ સ્વામી વેદ
જિજ્ઞાનંદ સ્વામી જયરામદાસ
રામાનંદ સ્વામી ઉધ્ધવજી
ભક્તિા માતા ભક્તિ
ધર્મદેવ ધર્મ
રામપ્રતાપભાઈ રામચંદ્રજી
દાદા ખાચર અર્જુન
લાડુબા રાધાજી
જીવુબા લક્ષ્મીજી
રાજબાઈ સરસ્વતી
શિવલાલ શેઠ સિરપુરના રાજા
અલૈયા ખાચર ગોરખનાથ
ભગુજી મચ્છંદરનાથ
ઝીંઝરના ખોડાભાઈ સેવકરામ
રાઠોઢ ધંધળની પત્ની રાણબા દેવકીજી
માણકી ગરુડજી
જાનબાઈ સીતાજી, રુક્મિણી, દેવયાની
નાથાભક્ત પ્રધાન પુરુષ
વાઘા ખાચર સૂર્યદેવ
દાદા ખાચરના પુત્ર અમરો ખાચર અબરીષ રાજા
વ્યાપકાનંદ સ્વામી અક્ષરધામના મુક્ત
વાસુદેવ બ્રહ્મચારી વાસુદેવજી (કૃષ્ણ ભગવાનના પિતાજી)
આત્માનંદ સ્વામી નારાયણ (બદ્રિપતિ)
અદ્ભુતાનંદ સ્વામી વિષ્ણુ ભગવાન
કપિલાનંદ સ્વામી કપિલદેવ
ભાઈ સ્વામી ઋષભદેવ (જૈનોના મુખ્ય આચાર્ય)
વિષ્ણુદાસ ધન્વંતરિનો અવતાર
નૃસિંહાનંદ સ્વામી નૃસિંહજીનો અવતાર
રઘુવીરજી મહારાજ લક્ષ્મણજી
અયોધ્યા પ્રસાદજી મહારાજ મહાપુરુષનો અવતાર
ઈચ્છારામભાઈ અનિરુદ્રજી
ભગવદ પ્રસાદજી પરશુરામજી
વિહારીલાલજી મહારાજ વામનજી
નંદરામ પ્રદ્યુમ્નજી
બોટાદવાળા સોમલો ખાચર વરાહ ભગવાન
ગોરધનભાઈ ઉપલેટાના લાલાભાઈ
પર્વતભાઈ પાણવીના પૂજાભાઈ
સચ્ચિદાનંદ સ્વામી પ્રકૃતિ પુરુષ
વડનગરના મુગટરામ હિરણ્યકશ્યપનો ભાઈ
કુલીબા તથા અજુબા અંબરીષ રાજાની બે મુખ્ય રાણી
સ્વામી નારાયણ ભગવાન
24 અવતારના અવતારી સર્વના કારણ સર્વના અંતરયામી

વાઇરલ થયેલા બેનરમાં સ્વામીઓ પૂર્વ જન્મમાં ભગવાન શંકર, શ્રીકૃષ્ણ ભગવાન, હનુમાનજી ,લક્ષ્મીજી સહિત દેવી-દેવતાઓના અવતારોમાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એને લઇને મીડિયા ત્યાં પહોંચતાં સામે આવ્યું કે પિલર પરથી બેનરને હટાવી દેવામાં આવ્યુ. મંદિરના સંચાલકોએ બેનર આ જ મંદિરમાં અગાઉ હોવાની વાત કરી હતી.

મંદિરના હરિભક્ત ભરત યાજ્ઞિકે જણાવ્યું હતું કે આપે જ્યારે મને ફોટો બતાવ્યો ત્યારે મને ખબર પડી કે આ પ્રકારનુ બેનર અહીં લાગેલું છે. હું અહી છેલ્લા એક વર્ષથી મંદિરમાં સેવા કરું છું, પરંતુ મેં આ પ્રકારનું બેનર જોયું નથી, જોકે આ મંદિર 10 વર્ષ જેટલું જૂનું છે, જેથી અગાઉ કોઈએ આ પ્રકારનું બેનર લગાવેલું હોય તો મને ખબર નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની પ્રગતિને વેગવંતી બનાવવા લેવાયેલા ચાર મહેસૂલી નિર્ણયો

આ પણ વાંચો:કાર્તિક પટેલને મહેસૂલ વિભાગના આશીર્વાદ? નિયમો નેવે મૂક્યા છતાં વાળ વાંકો નહીં

આ પણ વાંચો:ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995થી જ મહેસૂલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે