Ahmedabad News/ AMC કમિશનરે ફાયર બ્રિગેડમાં નવ અધિકારીઓની કરી હકાલપટ્ટી

અમદાવાદ કોર્પોરેશનના ઇતિહાસમાં જવલ્લે જ બનતા બનાવમાં મ્યુનિસિપલ કમિશ્નરે ફાયર બ્રિગેડ વિભાગમાં જ કર્મચારીઓને ‘ફાયર’ કર્યા છે. મ્યુનિસિપલ કમિશ્નરની આકરી કાર્યવાહીમાં ફાયર બ્રિગેડ વિભાગના નવ અધિકારીઓને રીતસર ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News:  અમદાવાદ કોર્પોરેશનના ઇતિહાસમાં જવલ્લે જ બનતા બનાવમાં મ્યુનિસિપલ કમિશ્નરે ફાયર બ્રિગેડ વિભાગમાં જ કર્મચારીઓને ‘ફાયર’ કર્યા છે. મ્યુનિસિપલ કમિશ્નરની આકરી કાર્યવાહીમાં ફાયર બ્રિગેડ વિભાગના નવ અધિકારીઓને રીતસર ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.

આ નવ અધિકારીઓએ બોગસ સ્પોન્સરશિપથી નોકરી મેળવી હતી. તેમા ત્રણ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત છ જણા સસ્પેન્ડ થયા છે. ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુર, ઓમ જાડેજા અને ઇનાયત શેખને હકાલપટ્ટી કરવામાં આવી છે.

આ ઉપરાંત સ્ટેશન ઓફિસર મેહુલ ગઢવી, શુભમ ખાડિયા, અનિરુદ્ધ ગઢવી, સુધીર ગઢવી, અભિજિત ગઢવી અને સબ ફાયર ઓફિસર આસિફ શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ અગ્નિશામક વિભાગમાં જ ફાયરિંગ કરવામાં આવતા એકસાથે નવ જણાની હકાલપટ્ટીથી વિભાગમા હડકંપ વ્યાપી ગયો છે.

મ્યુનિસિપલ કમિશ્નરે સોઈ ઝાટકીને જણાવી દીધું છે કે કોર્પોરેશનના કોઈપણ વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ લેટરથી કે અયોગ્ય રીતે ભરતી થયેલા કોઈપણ કર્મચારીની રીતસરની આ જ રીતે હકાલપટ્ટી કરવામાં આવશે. તેના પગલે અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના બીજા વિભાગોમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. હવે મ્યુનિ. કમિશ્નર કયા વિભાગને સાણસામાં લેશે તેવો તેમને ડર છે.

આ અધિકારીઓની હકાલપટ્ટીની સાથે અનેક સવાલ પણ ઊભા થયા છે. એક તો તેઓએ કોનો બોગસ સ્પોન્સરશિપ લેટર મેળવ્યો. આ બોગસ સ્પોન્સરશિપ લેટર તેમને કોણે પૂરો પાડ્યો, આટલા વર્ષો સુધી તેની જાણ કેમ ન થઈ. કોર્પોરેશનમાં આ રીતે બોગસ સ્પોન્સરશિપ લેટરથી નોકરી મેળવનારાઓ કેટલા છે. શું કોર્પોરેશનમાં હજી પણ લોકો આ રીતે બોગસ સ્પોન્સરશિપ લેટરથી નોકરીઓ મેળવે છે. આ રીતે આવતા બોગસ લોકો ઘૂસી આવે તો પછી કોર્પોરેશન લોકોને અસરકારક સેવા ક્યાંથી પૂરી પાડી શકે. આ બતાવે છે કે કેટલી પોલમપોલ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: AMC અધિકારીઓની મિલીભગતને અટકાવવા એસ્ટેટ વિભાગ પર રાખશે ચાંપતી નજર!

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે AMCને વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવા રૂ. 144 કરોડની કરી ફાળવણી

આ પણ વાંચો: AMCના બે લાખથી રૂ. 15 લાખના કામોમાં કરોડોની ગોલમાલ: કોંગ્રેસ